Shash And Malavya Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ વચ્ચેના નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તન દરમિયાન ઘણી વખત અન્ય ગ્રહો સાથે યુતિ અને કેટલાક રાજયોગનું નિર્માણ પણ થતું હોય છે. આ રાજયોગની અસર દરેક રાશિના લોકોને જીવન પર અને દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. હાલ ન્યાયના દેવતા શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં ગોચર કરે છે. જ્યારે 19 મે 2024 ના રોજ દૈત્યોના ગુરુ શુક્ર પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. શુક્રના વૃષભ રાશિમાં પ્રવેશથી શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ajwain Ki Potli: ઘરની આ દિશામાં રાખી દો આ પોટલી, દિવસ-રાત વધતી રહેશે ધનની આવક


30 વર્ષ પછી શશ અને માલવ્ય રાજયોગનું એકસાથે નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે. શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને 2025 સુધી અહીં જ બિરાજમાન રહેશે. તેવામાં આ રાજયોગ સર્જાશે જે 4 રાશિના લોકોનું ભાગ્ય બદલી દેશે.


કઈ કઈ રાશિઓને થશે રાજયોગથી ફાયદો 


આ પણ વાંચો: Trigrahi Yog 2024: વૃષભ રાશિમાં સર્જાશે અદ્ભુત યોગ, 19 મે થી આ રાશિના લોકો કરશે જલસા


વૃષભ રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શશ અને માલવ્ય રાજયોગથી આ રાશિના લોકોને અત્યંત લાભ થવાનો છે. આ રાશિના વેપારીઓને સારો નફો મળશે. કારકિર્દી સંબંધિત નિર્ણયો લેવા માટે શુભ સમય. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકમાં વધારો થવાની સંભાવના. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરી શોધતા લોકોને ખુશખબરી મળી શકે છે. બિઝનેસમાં ધન લાભ થશે. વિદેશ યાત્રા કરવાની તક મળશે. 


આ પણ વાંચો: બુધવારે 1 રુપિયાના સિક્કાનો આ ઉપાય કરવાથી એટલું ધન મળશે કે સાત પેઢી બેસીને ખાશે


સિંહ રાશિ


શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ સિંહ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. નોકરી માટે નવી તકો અથવા તો પ્રમોશનના યોગ બની રહ્યા છે. બિઝનેસ શરૂ કરવા માટે ઉત્તમ સમય. ધન પ્રાપ્તિ થઈ શકે છે. વેપારીઓનો વેપાર વધશે. સમાજમાં માન સન્માન મળશે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. 


આ પણ વાંચો: ગુરુ અને કેતુનો નવપંચમ યોગ 3 રાશિઓની બગાડશે બાજી, મોટું નુકસાન થવાની સંભાવના


કુંભ રાશિ


30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને તેવામાં શશ અને માલવ્ય રાજયોગ બની રહ્યો છે જે કુંભ રાશિના લોકો માટે લકી સાબિત થશે. 2025 સુધી આ રાશિને ભાગ્યનો સાથ મળતો રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા લોકોને લાભ થશે. કોર્ટ કચેરીના કેસથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. 


આ પણ વાંચો: બુધ ગ્રહની નીચતા સમાપ્ત, હવે 3 રાશિઓના બધા કામ થશે સફળ, ભાગ્યોદયનો સમય શરુ


મકર રાશિ 


આ બંને રાજયોગ મકર રાશિના લોકો માટે વરદાન સમાન છે. આ સમય દરમિયાન ઇચ્છિત સફળતા મળશે. કાર્યનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. ભાગ્ય સાથ આપશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)