નવી દિલ્હીઃ શિમલાના રામપુરમાં એક મંદિર છે. સમુદ્ર સપાટીથી 11 હજાર ફુટ ઉપર બનેલા આ મંદિરમાં માતા દુર્ગાની પ્રતિમા છે, જે શ્રાઈ કોટિ માતાના નામથી પણ જાણીતા છે. આ શ્રાઈ કોટિ માતા મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પૂજા કરવી સામાન્ય વાત છે પરંતુ સ્થાનીક માન્યતાઓ અનુસાર પતિ-પત્ની અહીં એક સાથે પૂજા ન કરી શકે બાકી મા દુર્ગાના એક શ્રાપથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માન્યતાની સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કથા અનુસાર જ્યારે ભગવાન શિવે પોતાના બંને પુત્રો ભગવાન કાર્તિકેય અને ગણેશને બ્રહ્માંડની પરિક્રમા કરી આવવાનું કહ્યું તો કાર્તિકેય પોતાના વાહન મયૂર પર બેસી પિતાની આજ્ઞાનું પાલન કરતા પરિક્રમા કરવા નિકળ્યા હતા. પરંતુ ગણેશજીની સામે તે પ્રશ્ન ઉભો થયો કે તેમનું વાહન ઉંદર છે અને તે એટલી ધીમી ચાલ ચાલે છે કે જો તેના પર બેસી તે બ્રહ્માંડની પરિક્રમા પર જાય તો લગભગ પોતાના ભાઈથી ઘણો સમય પસાર કરી પરત આવે.


તેવામાં ગણેશજીને એક વિચાર આવ્યો. તેમણે સાથે બેઠેલા માતા-પિતા (શિવ-પાર્વતી) ની પરિક્રમા કરી અને ભગવાન શિવને પોતાનું કાર્ય પૂરુ કરી આવવાની વાત કહી. ભગવાન શિવ દ્વારા આશ્ચર્ય વ્યક્ત કરવા પર તેમણે જણાવ્યું કે માતા-પિતાના ચરણોમાં સંપૂર્ણ બ્રહ્માંડ બિરાજમાન હોય છે, અંતઃ તેમની પરિક્રમા કરવી બ્રહ્માંડની પરિક્રમા કરવા સમાન છે. 


આ પણ વાંચોઃ 50 વર્ષ બાદ અદ્ભુત સંયોગમાં થશે સૂર્ય ગોચર, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન


પુત્ર ગણેશજીની આ હોશિંયારી પર ભગવાન શિવ ખુબ પ્રસન્ન થયા હતા. પરંતુ કાર્તિકેયને પરિક્રમાથી પરત આવવામાં વધુ સમય લાગ્યો. અહીં તેમના માટે એક દુઃખદ બાબત બની, તે એ છે કે ગણેશજી તેમના કરતા નાના હતા પરંતુ તેમના આગમન પહેલા તેમના લગ્ન થઈ ગયા. પરત ફરતી વખતે જ્યારે કાર્તિકેયને આ વાતની જાણ થઈ ત્યારે તે ગુસ્સે થયા કે તેના નાના ભાઈએ તેની પહેલા લગ્ન કરી લીધા છે. તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જીવનભર બ્રહ્મચર્યનું વ્રત પાળશે. આ જોઈને માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપ્યો કે જે પણ પરિણીત યુગલ આ સ્થાન પર સાથે પૂજા કરશે તે અલગ થઈ જશે.


આ મંદિર તે જગ્યાએ બનેલું હોવાનું માનવામાં આવે છે. ભગવાન ગણેશની પ્રતિમા તેમની પત્નીઓ સાથે અહીં બિરાજમાન છે. માતા પાર્વતીના શ્રાપથી બચવા માટે પતિ-પત્ની ક્યારેય સાથે પૂજા કરતા નથી. એક પૂજા કરી મંદિરથી બહાર આવે છે, પછી બીજી વ્યક્તિ પૂજા કરવા મંદિરમાં જાય છે.