Shivling At Home: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 8 માર્ચે ઉજવાશે. આ દિવસે શિવજીની પૂજા કરી વ્રત કરનાર વ્યક્તિની ઈચ્છા પૂરી થાય છે. જોકે ઘણા ભક્તોના મનમાં એવી ઈચ્છા હોય કે મહાશિવરાત્રીના દિવસે તેઓ પોતાના ઘરમાં પણ શિવલિંગ સ્થાપિત કરે અને નિયમિત તેની પૂજા કરે. પરંતુ શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતા પહેલા કેટલીક બાબતો વિશે જાણવું જરૂરી છે. શિવલિંગના ઘરમાં સ્થાપિત કરવાથી તેનો પ્રભાવ કેવો પડે છે તે પણ જાણી લેવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: માર્ચ મહિનામાં કઈ રાશિને થશે લાભ અને કોના માટે દિવસો ભારે જાણવા વાંચો માસિક રાશિફળ


શાસ્ત્રો અનુસાર શિવલિંગને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી લાભ પણ થાય છે અને જો શિવલિંગની પૂજા કરવામાં ભૂલ થાય કે તેની સ્થાપનામાં ભૂલ રહી જાય તો જીવનમાં ઉથલપાથલ પણ સર્જાઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ કે નહીં. 


ઘરમાં શિવલિંગ રાખવું કે નહીં ? 


આ પણ વાંચો: 12 વર્ષ પછી બનશે Gajlaxmi Rajyog, સિંહ, તુલા સહિત આ 5 રાશિઓને મળશે અપાર સફળતા


ભગવાન શિવને સંહારકર્તા માનવામાં આવે છે. ત્રિદેવમાંથી ભગવાન શિવ સંહાર માટે જાણીતા છે. શિવલિંગ શૂન્યનું પ્રતીક છે. સાથે જ તેઓ મૃત્યુ અને વિનાશ દર્શાવે છે. આ જ કારણ છે કે ગૃહસ્થ જીવન જીવતા વ્યક્તિએ ઘરમાં શિવલિંગ રાખવું નહીં. 


ઘરમાં રાખો શિવ પરિવાર


આ પણ વાંચો: Mahashivratri 2024 પર સર્જાશે 3 શક્તિશાળી યોગ, 4 રાશિના લોકો માટે મહાશિવરાત્રી શુભ


જો તમે શિવભક્ત છો અને નિયમિત શિવજીની પૂજા કરવા માંગો છો તો ઘરના મંદિરમાં શિવલિંગના બદલે શિવ પરિવારની મૂર્તિ અથવા તો તસવીર રાખી શકાય છે. આમ કરવાથી ઘરના સભ્યોની વચ્ચે એકતા અને પ્રેમ વધે છે સાથે જ જે લોકોના લગ્નમાં બાધા આવતી હોય તેમણે શિવ પરિવારની સ્થાપના કરી સોળ સોમવારનું વ્રત કરવું જોઈએ. જોકે ઘરના મંદિરમાં શિવ પરિવારને સ્થાપિત કરો તો તેમની મૂર્તિ પણ ત્રણ ઇંચ થી વધારે મોટી ન રાખવી. 


આ પણ વાંચો: Mahashivratri ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાંથી દુર થશે દોષ, રોગ અને શોક


કોણ રાખી શકે શિવલિંગ ? 


જે લોકો સન્યાસી જીવન જીવતા હોય અથવા તો જીવનમાં ક્યારેય લગ્ન કરવાના ન હોય તેઓ ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી તેની પૂજા કરી શકે છે. શિવજી બૈરાગી છે અને જે વ્યક્તિ શિવજીની આ રાહ પર ચાલે છે તેઓ શિવલિંગ રાખીને પૂજા કરી શકે છે. પરંતુ જે લોકો ગૃહસ્થ જીવન જીવે છે તેમણે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવાની ભૂલ ન કરવી કારણ કે તે વિનાશનું કારણ બની શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)