Shravan Ke Upay: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, જીવનમાં ખુશહાલી માટે આ મહિનામાં રોજ કરો આ 7 સરળ કામ
Shravan Ke Upay: આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાયો છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ રહી છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે. આવો સંયોગ 72 વર્ષ પછી સર્જાયો છે.
Shravan Ke Upay: આજથી દેવાધિ દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ કરવાનો અતિ પવિત્ર સમય ગણાય છે. આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાયો છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ રહી છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે. આવો સંયોગ 72 વર્ષ પછી સર્જાયો છે. આજથી સતત એક મહિના સુધી શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે.
આ પણ વાંચો: શ્રાવણ માસ સાથે શરુ થતું નવું સપ્તાહ મિથુન રાશિવાળા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે
શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ મહિનો વિશેષ સમય હોય છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. જે પણ વ્યક્તિ આ મહિનામાં સાચી શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ મહિનામાં ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે. ખાસ કરીને સોમવારના દિવસે ભક્તો વ્રત કરી શિવ પૂજા કરે છે.
જો તમે પણ આ વર્ષે શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ કામ 7 ઉપાય કરી શકે છે. શ્રાવણ મહિનાના દરેક દિવસે આ 7 સરળ કામ કરી લેવાથી જીવનમાં ખુશહાલી જળવાઈ રહે છે. નિયમિત જે પણ વ્યક્તિ આ 7 કામ કરે છે તેના પર મહાદેવની કૃપા થાય છે અને તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.
આ પણ વાંચો: Rajyog: બુધ, શુક્ર, શનિ આવશે આમને-સામને, 3 રાશિવાળાઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનો
શ્રાવણ મહિનામાં રોજ કરવાના 7 સરળ ઉપાય
- શ્રાવણ મહિનામાં ગાયને લીલો ચારો રોજ ખવડાવવો જોઈએ. સાથે જ ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેનાથી જીવનમાં ચમત્કારી પરિવર્તન જોવા મળે છે.
- જો જીવનમાં કોઈ સમસ્યા હોય તો રોજ સવારે સ્નાન કરી શિવ મંદિરમાં જઈને શિવલિંગનો જળથી અભિષેક કરવો જોઈએ.
- જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો શ્રાવણ મહિનામાં રોજ ગાયના દૂધમાં કાળા તલ મિક્સ કરી ભગવાન શિવનો અભિષેક કરો.
આ પણ વાંચો: શનિની બદલાયેલી ચાલ 3 રાશિને કરશે સૌથી વધુ અસર, સંકટ આવે તે પહેલા કરી લો આ 5 મહાઉપાય
- જીવનની સમસ્યાઓ અને માનસિક ચિંતાથી મુક્તિ મેળવવી હોય તો શ્રાવણ મહિનામાં આ નાનકડો ઉપાય પણ મોટો લાભ કરશે.. શ્રાવણ મહિનાના દર સોમવારે ગાયના દૂધમાંથી બનેલી ખીર ભગવાન શિવને અર્પણ કરો.
- ધનલાભ માટે શ્રાવણ મહિનામાં રોજ એક મુઠ્ઠી ચોખા શિવજીને ચઢાવો. આ ચોખા એવા હોવા જોઈએ જેમાં એક પણ દાણો તૂટેલો ન હોય. આ ઉપાય શિવપુરાણમાં જણાવેલો છે.
આ પણ વાંચો: Samsaptak Yog 2024: ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધન
- વૈવાહિક જીવનમાં સમસ્યાઓ રહેતી હોય તો શ્રાવણ મહિનામાં પતિ-પત્નીએ સાથે મળી શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
- શ્રાવણ મહિનામાં રોજ શિવલિંગનો અભિષેક કરી બીલીપત્ર ચઢાવવાથી ધન લાભના યોગ સર્જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)