Shravan Somvar 2023: આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવશંકરની પૂજા આરાધનાનું વિશેષ મહાત્મય છે. આજે વહેલી સવારથી જ શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. ત્યારે એ વાત પણ જાણવા જેવી છેકે, શિવજીને કઈ વસ્તુઓ પસંદ છે. ભગવાન ભોળાનાથને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર અને જ્યોતિષાચાર્યોના કથાનાનુસાર ભગવાન ભોળાનાથ તેમના નામ પ્રમાણે ખુબ ભોળા છે. આમ તો તેમને જે કંઈ પણ સાચા મનથી અર્પણ કરવામાં આવે તેઓ એનાથી જ પ્રસન્ન થઈને તમારો મનોરથ પુરો કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જો એમની પસંદ ની વાત કરવામાં આવે તો, શિવજીને બિલીના પત્ર ખુબ જ પ્રિય છે. તેથી ખાસ કરીને શ્રાવણના સોમવારે બિલી પત્રથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેમને બિલી પત્ર અર્પણ કરવા જોઈએ. જેથી તેઓ તુરંત પ્રસન્ન થઈ જતા હોય છે. આ ઉપરાંત દૂધનો અભિષેક, જળાભિષેક, રુદ્રાભિષેક, કાળા તલથી તેમનો અભિષેક કરવામાં આવે છે.


આ ઉપરાંત એવી પણ માન્યતા છેકે, શિવલિંગ પર ગૌ માતાનું દૂધ તથા ઘી નો અભિષેક કરવાથી તમારું આરોગ્ય રહેશે સારું. શિવલિંગ પર અભિષેક કરવાથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થાય છે. સૃષ્ટિના સર્જક બ્રહ્મા એ પણ કહ્યું છે કે જ્યારે આપણે અભિષેક કરીએ છીએ ત્યારે ભગવાન શિવ અભિષેક કરે છે ગ્રહણ.


શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામનાને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.


આ રીતે મેળવી શકાશે સુખ અને સમૃદ્ધિ:
લક્ષ્મીની પ્રાપ્તિ માટે શેરડીના રસથી કરો રુદ્રાભિષેક
ધનમાં સતત વધારા માટે મધ અને ઘી સાથે અભિષેક કરો.
તીર્થના જળથી અભિષેક કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
મકાન અને વાહન માટે દહીંથી રુદ્રાભિષેક કરો


સ્વાસ્થ્ય લાભ માટે કરો આ ઉપાય:
ગાયના દૂધ અને ઘી વડે અભિષેક કરવાથી તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.
પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો ખાંડવાળા પાણી અભિષેક કરો.
ખાંડવાળા દૂધ થી અભિષેક કરવાથી બુદ્વિનો થશે વિકાસ


મહાદેવ વંશ નો વિસ્તાર કરશે:
સહસ્ત્રનામ-મંત્રનો પાઠ કરતી વખતે પ્રવાહથી રુદ્રાભિષેક કરવાથી વંશ નો વિસ્તાર થાય છે.
રુદ્રાભિષેક કરવાથી યોગ્ય અને વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થાય છે.
તાવ ને મટાડવા માટે ઠંડુ જળ અથવા ગંગાજળનું અભિષેક કરો.