Diwali 2023: દિવાળીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ વર્ષે 12 નવેમ્બર 2023 અને રવિવારે દિવાળી ઉજવાશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. 5 દિવસના આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. દિવાળી પર જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વધે તેવી કામના કરો છો તો દિવાળીના પર્વમાં ઘરે આ યંત્રની સ્થાપના કરવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પર લોકો ઘરમાં લક્ષ્મીજી અને ગણેશ ભગવાનની મૂર્તિની પૂજા કરે છે પરંતુ આ દિવસે તેમની મૂર્તિની સાથે લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના પણ કરવી જોઈએ. આ યંત્ર ચમત્કારી ફાયદા કરે છે. દિવાળીના પર્વ પર આ યંત્રને ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વસે છે. શ્રી યંત્રની સ્થાપના થયા પછી ઘર ઉપર હંમેશા ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.


આ પણ વાંચો:


Sharad Purnima 2023: શરદ પૂર્ણિમા પર આ રાશિઓને થશે ધન લાભ, વર્ષો પછી બન્યો ખાસ યોગ


રાહુનું ગોચર આ લોકોના જીવનમાં મચાવશે હાહાકાર, એક પછી એક સમસ્યાનો કરવો પડશે સામનો


તમારી તિજોરીમાં પણ હોય આ વસ્તુઓ તો તુરંત કરી દેજો બહાર, નહીં તો હંમેશા રહેશો કંગાળ


દિવાળીના દિવસે ઘરમાં લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના કરવી અને પછી મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી શ્રી યંત્રનું ઉચિત ફળ પ્રાપ્ત થાય છે. 


યંત્રની સ્થાપનાનો મંત્ર


ॐ શ્રીં ક્લીં મહાલક્ષ્મી મહાલક્ષ્મી એહ્યોહિ સર્વ સૌભાગ્યં દેહિ મે સ્વાહા


જે ઘરમાં દિવાળી પર લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના થાય છે તે ઘરમાં ધન અને ધાન્યની ક્યારેય ખામી સર્જાતી નથી. પરિવારના લોકો આર્થિક સંકટથી મુક્ત થઈ જાય છે. જો ધન ક્યાંય અટક્યું હોય તો તે પણ પરત મળે છે. 


દિવાળી પર ઘરમાં યંત્ર સ્થાપિત કરવું હોય તો તમે તે કોઈ પણ ધાતુનું લઈ શકો છો અથવા તો સોના, ચાંદીનું યંત્ર પણ ઘરે લાવી શકાય છે. એક વખત સ્થાપના કર્યા પછી યંત્રની પૂજા રોજ દેવી-દેવતાની પૂજા કરતા હોય તેની સાથે કરવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)