Shukan Shastra: ગરોળી એવો જીવ છે જેનાથી આમ આપણને કોઈ નુકસાન થતું નથી પરંતુ ઘરમાં તેને ફરતા જુઓ કે ડર લાગે. શાસ્ત્રોમાં પણ ગરોળી સાથે જોડાયેલા કેટલાક શુકન અપશુકન વિશે જણાવ્યું છે. ઘરમાં ફરતી ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કઈ અંગ પર ગરોળીનું પડવું અશુભ છે ચાલો આજે તમને પણ જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે. 


- માન્યતા છે કે ગરોળી જો પુરુષના ડાબા અંગ પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે મહિલાઓના જમણા અંગ પર ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. પુરુષો માટે જમણા અંગ પર ગરોળી પડવી અને સ્ત્રીઓ માટે ડાબા અંગ પર ગરોળી પડવી શુભ માનવામાં આવે છે.


- ગરોળી જો માથા પર પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. ગરોળીનું માથા પર પડવું સંકેત છે કે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના ઘટી શકે છે. પરંતુ જો ગરોળી ગરદન ઉપર પડે તો સમજવું કે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. 


- ગરોળી ગાલ ઉપર પડે તો જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ જો ઘરમાં બે ગરોળી ઝગડતી જોવા મળે તો સમજી લેવું કે પરિવારમાં કે મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે. 


- આવું ઓછું બને છે પરંતુ જો તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા સમયમાં તમને ખૂબ મોટા સમાચાર મળવાના છે. જો બે ગરોળી ઝગડતી હોય અને તેમાંથી એક તમારા માથા પર પડે તો સમજી લેવું કે તમે ધનવાન બનવાના છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)