મેષ રાશિમાં શુક્ર અસ્ત થઈને આ 3 રાશિઓને ધનવાન બનાવી દેશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે
Venus Movement : મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાથી કેટલીક રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા વરસશે. 28 એપ્રિલથી શુક્ર અસ્ત અવસ્થામાં ગોચર કરશે. મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાથી કઈ રાશિઓ માલામાલ થશે તે ખાસ જાણો.
Shukra Ast : 5 દિવસ બાદ શુક્ર પોતાની ચાલમાં ફેરફાર કરશે. મેષ રાશિમાં ગોચર કર્યા બાદ બરાબર 3 દિવસ પછી શુક્ર અસ્ત થવા જઈ રહ્યો છે. મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાથી કેટલીક રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા વરસશે. 28 એપ્રિલથી શુક્ર અસ્ત અવસ્થામાં ગોચર કરશે. મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાથી કઈ રાશિઓ માલામાલ થશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાથી વૃષભ રાશિના જાતકોને ખુબ ફાયદો થવાની શક્યતા છે. આ રાશિના લોકોની આવકમાં વધારો થવાનો છે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. કોમ્પિટિશનની તૈયારી કરનારા લોકોને શુભ સમાચાર મળી શકે છે. કોઈ મિત્રની મદદથી જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગશે.
મિથુન રાશિ
મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાથી ધનુ રાશિના જાતકોને લાભ મળી શકે છે. આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે. બોસ અને કલીગ્સના સપોર્ટથી કરિયરમાં તમારા તમામ ટાસ્ક સારી રીતે પૂરા થશે. વિદેશ મુસાફરી કરો તેવી શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમય તમને મોટો ફાયદો અપાવી શકે છે.
કન્યા રાશિ
તુલા રાશિવાળા માટે શુક્રની આ બદલાયેલી ચાલ શુભ પરિણામ લાવશે. વર્ષોથી અટકેલા કામ પાર પડવા લાગશે. ધનલાભના પ્રબળ યોગ છે. સુખ શાંતિનો માહોલ રહેશે. શુક્રના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રમોશનના ચાન્સ છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube