એપ્રિલ મહિનામાં શુક્ર મેષ રાશિમાં થશે અસ્ત, આ જાતકોનું ભાગ્ય ચમકશે, દરેક કામમાં મળશે સફળતા
Shukra Ast: દૈત્યોના ગુરૂ શુક્ર મેષ રાશિમાં અસ્ત થવાના છે. શુક્ર અસ્ત થવાથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આ જાતકોને ધનલાભ પણ થઈ શકે છે.
Shukra Asta 2024: દૈત્યોના ગુરૂ શુક્ર એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. શુક્રના રાશિ પરિવર્તન કરવાથી દરેક રાશિના જાતકોના જીવનમાં અસર જરૂર પડે છે. તેવામાં શુક્ર વક્રી, માર્ગી થવાની સાથે-સાથે અસ્ત પણ થાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર 28 એપ્રિલ 2024ના સવારે 7 કલાક 27 મિનિટ પર મેષ રાશિમાં અસ્ત થઈ જશે. શુક્રના અસ્ત થવાની સાથે માંગલિક અને શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે. ત્યારબાદ શુક્રના ઉદય થવાની સાથે સગાઈ-લગ્ન શરૂ થશે. નોંધનીય છે કે શુક્રના અસ્ત થવાથી દરેક રાશિના જીવનમાં સકારાત્મકતાનો પ્રભાવ ઓછો થઈ જાય છે, કારણ કે આ ગ્રહને પ્રેમ સંબંધ અને સુખ-સુવિધા સાથે જોડીને જોવામાં આવે છે. તેવામાં શુક્રના અસ્ત થવાથી કેટલાક જાતકોને લાભ તો કોઈએ સંભાળીને રહેવાની જરૂર છે. આવો જાણીએ શુક્ર અસ્ત થવાની કોને લાભ મળશે.
મેષ રાશિ
મેષ રાશિના 12માં ભાવમાં શુક્ર અસ્ત થઈ રહ્યો છે. તેવામાં આ જાતકોને વિશેષ લાભ મળશે. પરિવારની સાથે સમય પસાર થશે. સિંગલ લોકોને કોઈ પાર્ટનર મળી શકે છે. મેષ રાશિના જાતકો પોતાની ભાવનાને સારી રીતે વ્યક્ત કરી શકશે. કરિયરની વાત કરીએ તે પોતાનું લક્ષ્ય હાસિલ કરી શકે છે. બિઝનેસમાં પણ લાભ મળવાની શક્યતા જોવા મળી રહી છે. આ રાશિના જાતકો વૈભવી જીવન જીવી શકે છે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવી શકે છે. આ સાથે આપસી પ્રેમ અને વિશ્વાસ વધશે.
આ પણ વાંચોઃ હોળી પર થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિવાળાને પૈસાના ઢગલે બેસાડશે, ધન-સંપત્તિમાં ખુબ વધશે
મિથુન રાશિ
આ રાશિના જાતકો માટે પણ શુક્રનું અસ્થ થવું લાભકારી રહેશે. શુક્રના મેષ રાશિમાં જવાથી આ રાશિનો પ્રભાવ વધી ગયો છે, કારણ કે ત્યાં પહેલાથી ગુરૂ ગ્રહ બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકો ઉપર ગુરૂની કૃપા બનેલી રહેશે. તમારા પરિવાર કે મિત્રોની સાથે કોઈ ટ્રિપનો પ્લાન બનાવી શકો છો. આ સાથે નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ તે ધ્યાન રાખો કે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરશો. આ સાથે બિઝનેસ કે નવા પ્રોજેક્ટમાં તમને લાભ મળી શકે છે.
કન્યા રાશિ
શુક્રના અસ્ત થવાથી આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. તમે કંઈક નવું કરી શકો છો. તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. મિત્રોની સાથે સમય પસાર કરી શકો છો. આ સાથે જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઈ શકે છે. પાર્ટનર સાથે રોમેન્ટિક ડેટ પર જઈ શકો છો. કરિયરની વાત કરીએ તો નવી તક મળી શકે છે. તમે ખુદનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. પરિવાર અને મિત્રોની સાથે સારો સમય પસાર થશે.