Mahalakshmi Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ વૈભવ અને ધનના દાતા શુક્ર ગ્રહે 18 જાન્યુઆરીએ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યારે મંગળ અને બુધ ગ્રહ પહેલેથી જ ધનુ રાશિમાં છે. આવામાં ધનુ રાશિમાં મંગળ, શુક્ર અને બુધની યુતિ બની રહી છે. જેનાથી ત્રિગ્રહી યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને મહાલક્ષ્મી યોગ સહિત અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગોનો તમામ રાશિના જાતકો પર પ્રભાવ જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ લકી રાશિઓ વિશે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી રાજયોગ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી નવમા ભાવ પર ભ્રમણ કરે છે. આથી આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પાર પડશે. ભાગ્યનો પણ ભરપૂર સાથ મળશે. તમારે કામકાજ સંબંધે દેશ વિદેશની મુસાફરી કરવી પડી શકે છે. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમોમાં સામેલ થઈ શકો છો. શુક્ર ગ્રહ તમારી રાશિથી બીજા અને સપ્તમ ભાવનો સ્વામી છે. આથી તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. આ સાથે જ પરિણીત લોકોનું લગ્નજીવન ખુશનુમા રહેશે. 


ધનુ રાશિ
મહાલક્ષ્મી રાજયોગ ધનુ રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહે તમારી રાશિમાં જ પ્રવેશ કર્યો છે. આથી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં નવી ઓળખ મળશે. તમે પોતાનો બિઝનેસ કરી શકો છો. ગોચર કાળમાં તમને સારો લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. જે લોકો અપરિણીત  છે તેમને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. આ સાથે જ તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે. વ્યક્તિત્વમાં નીખાર આવશે. 


વૃશ્ચિક રાશિ
મહાલક્ષ્મી રાજયોગ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિના ધન ભાવ પર ભ્રમણ કરે છે. આથી આ સમયગાળા દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ જો તમે નવી નોકરી શોધી રહ્યા હોવ તો ગોચરકાળમાં તમને નવી તકો મળશે અને આવકના વધારા માટે અન્ય માર્ગો પણ ખુલશે. જીવનસાથીનો સપોર્ટ મળશે. નવા સંબંધ બનશે જે ભવિષ્યમાં તમને લાભ કરાવશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube