Shukra Gochar 2023: 7 જુલાઈએ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. શુક્રને પ્રેમ અને સૌંદર્યનો કારક માનવામાં આવે છે. જ્યોતિષિઓનું માનવું છે કે આ ગોચર અચાનક ભાગ્યનો સાથ આપી શકે છે અને આગામી મહિને તેની કમાણીમાં વધારો થઈ શકે છે. જાણો શુક્ર ગોચરથી કયા જાતકોને ધનલાભ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ લાવશે. આ ગોચર તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવાની સાથે-સાથે સૌભગ્યનું પણ વચન આપે છે. તમારૂ ઘર-પરિવાર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી આવકમાં વધારો થશે. આ સમયમાં તમે નવુ વાહન ખરીદવા કે સંપત્તિમાં રોકાણ કરવા પર વિચાર કરી શકો છો. વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવના છે, જ્યારે કેટલાક લોકો બેન્કમાંથી લોન લઈને વ્યવસાય શરૂ કરી શકે છે. નોકરીની સ્થિતિમાં પણ સુધાર થશે. 


કર્ક રાશિ
શુક્રનું કર્ક રાશિમાં ગોચર આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ વધારશે. આર્થિક લાભની તક પેદા થશે, જેનાથી બેન્ક બેલેન્સમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત સામે આવવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને રોજગાર સંબંધિત સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક વ્યવસાસ સાથે જોડાયેલા લોકો માટે આ ગોચર વિશેષ રૂપથી અનુકૂળ છે. કુલ મળીને તમારૂ જીવન શાંતિ પૂર્ણ રહેશે અને પરિવારમાં ખુશીઓનું આગમન થશે. 


આ પણ વાંચોઃ શું તમારી હથેળીમાં છે અર્ધ ચંદ્ર? પાર્ટનર માટે ખૂબ જ લકી હોય છે આ લોકો


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શુક્ર ગોચર શુભ સાબિત થશે. ખાસ કરીને વિદેશ વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ ગોચર લાભકારી રહેશે. તમે સારી રીતે વિદેશ યાત્રા કરી શકો છો. તમે તમારા શોખ પર પૈસા ખર્ચ કરીને તેને પૂરો કરી શકો છો. અચાનક આવકમાં વધારો થવાથી તમારૂ જીવન સંતુલિત રહેશે. ઘરનો માહોલ આનંદભર્યો રહેશે. 


તુલા રાશિ
શુક્રનું તુલા રાશિમાં ગોચર તુલાના જાતકોના જીવન પર શુભ પ્રભાવ પડશે. આર્થિક રૂપથી આ સમયમાં પ્રગતિ કરશો. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. 


આ પણ વાંચોઃ 4 દિવસ પછી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી! થઇ શકે છે મોટો ધન લાભ


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર આર્થિક સમૃદ્ધિ લાવવાની આશા છે. જીવનસાથી સાથે ગેરસમજણ દૂર થશે અને તમે એકબીજાની નજીક આવશો. તમારા પરિવારના સભ્યોનો સાથ મળશે અને આ સમયમાં તમને આનંદદાયક અનુભવ થશે. આવકના નવા માર્ગ ખુલશે અને તમે નાણાની બચત કરી શકશો. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube