નવી દિલ્હીઃ Shukra Godhar 2023, Venus Planet Transit 2023, Malavya Yog Effect: પંચાગ પ્રમાણે શુક્ર, 15 ફેબ્રુઆરી 2023ના દિવસે બુધવારે રાત્રે 8 કલાક 12 મિનિટ પર ગોચર કરશે. આ સમયે તે પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષ અનુસાર માલવ્ય યોગ પંચ મહાપુરૂષ ગોયમાંથી એક હોય છે. જે ખુબ શુભ યોગ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીન રાશિમાં બનેલા આ માલવ્ય રાજયોગની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિ પર તેનો વિશેષ પ્રભાવ હશે. તેનાથી તેને આવનારા વર્ષે આકસ્મિક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. 


જ્યોતિષ અનુસાર જ્યારે કુંડળીમાં શુક્ર પોતાની રાશિ વૃષભ અને તુલામાં કે પછી ઉચ્ચ રાશિ મીનમાં પહેલા, ચોથા કે દસમાં ભાગમાં બિરાજમાન હોય તો માલવ્ય યોગનું નિર્માણ થાય છે. માલવ્ય યોગવાળા વ્યક્તિ પર હંમેશા શુક્રનો પ્રભાવ રહે છે. તેથી આવા વ્યક્તિનું ભાગ્ય બળવાન હોય છે. 


આ પણ વાંચો- શનિનું ગોચર આ 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે, સુખ-સંપત્તિ, ધન-ઐશ્વર્ય વધશે


વૃષભ રાશિઃ કરિયર અને વેચાર માટે આ સમય સારો રહેશે. નોકરીની નવી તક મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. 


કુંભ રાશિઃ શનિ દેવ કુંભ રાશિના સ્વામી ગ્રહ છે. તે તમારી રાશિના લગ્ન ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયરમાં નવા અવસર મળશે. 


સિંહ રાશિઃ તેની લગ્ન સાથે જોડાયેલી મુશ્કેલી દૂર થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મોટી જવાબદારી મળી શકે છે. નવુ વાહન કે પ્રોપર્ટી ખરીદવાનો યોગ બની શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube