નવી દિલ્હીઃ Shukra Rashi Parivartan 2023: ધન, વૈભવ અને ઐશ્વર્ય વગેરેના કારક શુક્રદેવ 15 ફેબ્રુઆરીએ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શુક્ર દેવગુરુ ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 12 માર્ચ સુધી આ રાશિમાં બેઠા રહેશે. શુક્રને આરામ આપનાર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર મીન રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે. જ્યારે શુક્ર તેના ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ઘણી રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો થાય છે. જાણો શુક્ર પરિવર્તનથી ક્યા જાતકોને ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. કર્ક રાશિઃ શુક્ર ગોચર તમારી રાશિના ભાગ્ય ભાવમાં થશે. મીન રાશિમાં શુક્રના પ્રવેશ કરવાથી કર્ક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. મુશ્કેલી દૂર થશે. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી કોઈ ધન અટવાયેલું છે તો પરત મળી શકે છે. નોકરીમાં ફેરફારનો યોગ બનશે. નોકરીમાં નવા અવસરનો યોગ બની રહ્યો છે. 


2. સિંહ રાશિઃ શુક્ર ગોચરના પ્રભાવથી તમને આકસ્મિક ધન લાભ થશે. આ દરમિયાન પૂર્વમાં કરેલા રોકાણથી લાભ મળશે. આર્થિક મોર્ચા પર શુક્ર રાશિ પરિવર્તનનો પ્રભાવ પડશે. કરિયર પ્રમાણે આ ગોચર શુભ રહેવાનું છે. 


આ પણ વાંચો- મૃતકની આ 3 વસ્તુઓનો ભૂલથી પણ ના કરતા ઉપયોગ, નહીં તો યમરાજ આપશે દર્દનાક સજા!


3. કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકોના વેપારમાં વૃદ્ધિ થશે. જીવનસાથીની સાથે યાત્રા કરી શકો છો. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. પરંતુ કોઈ પ્રિયજનની સાથે અણબનાવ બની શકે છે. 


4. વૃશ્ચિક રાશિઃ આ ગોચર તમારી આવકમાં વૃદ્ધિ પ્રદાન કરશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. જીવનસાથીનું ભરપૂર સાનિધ્ય મળશે. સ્પર્ધાત્મક પરીક્ષા કરનાર જાતકોને શુભ સમાચાર મળી શકે છે. 


5. કુંભ રાશિઃ શુક્ર રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકોના કરિયર માટે લાભકારી રહેવાનું છે. આ દરમિયાન તમારા ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. આવક વધશે. 


આ પણ વાંચોઃ આજથી આ 5 રાશિના લોકોની છે ચાંદી જ ચાંદી, એક મહિનો ચારે તરફથી મળશે લાભ


6. મીન રાશિઃ મીન રાશિના જાતકો માટે શુક્ર ગોચર શુભ રહેવાનું છે. વેપારમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. જો કોઈ નવા વેપારની શરૂઆત કરવાનું મન બનાવી રહ્યાં છો તો આ સમય અનુકૂળ રહેવાનો છે. આવકમાં વધારો થઈ શકે છે. 


( આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube