Shukra Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ બદલે છે. જેનો પ્રભાવ દરેક રાશિના લોકો પર જોવા મળે છે. કેટલાક લોકો પર ગ્રહો ગોચરનો શુભ પ્રભાવ હોય છે તો કેટલાક ગોચર પર અશુભ. જીવનમાં પ્રેમ, સમૃદ્ધિ અને ભૌતિક સુખ આપનાર શુક્ર ગ્રહ પણ રાશિ પરિવર્તન કરવાનો છે. શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિઓને શુભ ફળ મળવાનું છે. તો ચાલો તમને પણ જણાવીએ આ ત્રણ રાશિ કઈ કઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ધનતેરસ પહેલા જ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, મંગળ પુષ્ય યોગથી સોનાની જેમ ચમકશે ભાગ્ય


શુક્રનું રાશિ પરિવર્તન 


જ્યોતિષ ગણના અનુસાર શુક્ર ગ્રહ દિવાળી પછી 7 નવેમ્બરે સવારે 3 કલાક અને 39 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 28 ડિસેમ્બર સુધી આજ રાશિમાં ગોચર કરશે. શુક્રનું રાશિ પરિવર્તન મેષ સહિત ત્રણ રાશિઓ માટે શુભ રહેશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે ? 


આ પણ વાંચો:જાન્યુઆરી 2025 થી આ 4 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, દરેક કામ થશે સફળ, ધનમાં થશે વધારો


મેષ રાશિ 


શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. પારિવારિક સંબંધો મજબૂત થશે. માનસિક ચિંતાથી મુક્તિ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓને નફો થશે. લવ લાઇફની સમસ્યાઓ દૂર થશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. 


આ પણ વાંચો:શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ


કન્યા રાશિ 


કન્યા રાશિના લોકો માટે પણ શુક્રનું ગોચર શુભ રહેશે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. કરિયરમાં નવી તક પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન વધશે. આવક ના નવા સોર્સ ઉભા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે. લગ્નજીવનમાં આવી રહેલી સમસ્યા દૂર થશે. 


આ પણ વાંચો:શુક્ર ગ્રહ જેષ્ઠા નક્ષત્રમાં કરશે પ્રવેશ, 27 ઓક્ટોબરથી 3 રાશિઓને મોટો ધન લાભ થશે


કુંભ રાશિ 


શુક્રનું રાશિ પરિવર્તન કુંભ રાશીના લોકો માટે પણ શુભ છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. અટકેલું ધન પરત મળશે. લવ લાઇફની સમસ્યા દૂર થશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. જો કોઈ નવો વેપાર શરૂ કરવાનો વિચાર હોય તો સમય શુભ છે. સમય દરમિયાન દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)