ધન-વૈભવના દાતા જલદી કરશે ગોચર, આ 3 રાશિવાળાને અઢળક આકસ્મિક ધનલાભ થશે, ખુબ માન-સન્માન મેળવશો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર 31 માર્ચના રોજ સાંજે 4.54 વાગે પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. શુક્રનું પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશવાથી અનેક રાશિઓને લાભ થશે. તો કેટલાકે સંભાળીને રહેવાની પણ જરૂર છે. જાણો શુક્રના મીન રાશિમાં પ્રવેશવાથી કઈ રાશીઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે....
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને સુંદરતા, આકર્ષણ, ઉચ્ચ જ્ઞાન, બુદ્ધિમત્તા, સંબંધોમાં સફળતા, વિવાહ અને ધન ઐશ્વર્ય સાથે સમાજમાં માન સન્માનના કારક ગણવામાં આવે છે. ધન વૈભવના દાતા અને દૈત્યોના ગુરુ શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. હાલ તેઓ ધનુ રાશિમાં બિરાજમાન છે. જ્યારે ફેબ્રુઆરીમાં તેઓ મકર અને માર્ચના અંતમાં તેઓ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર 31 માર્ચના રોજ સાંજે 4.54 વાગે પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. શુક્રનું પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશવાથી અનેક રાશિઓને લાભ થશે. તો કેટલાકે સંભાળીને રહેવાની પણ જરૂર છે. જાણો શુક્રના મીન રાશિમાં પ્રવેશવાથી કઈ રાશીઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે....
મિથુન રાશિ
શુક્ર ઉચ્ચ રાશિમાં આવીને મિથુન રાશિના દશમ ભાવમાં પ્રવેશ કરશે. આવામાં આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિ મળવાની સાથે કૌટુંબિક સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળશે. આ સાથે જ નવી વસ્તુઓની ખરીદી થઈ શકે છે. માતા અને પિતાનો સહયોગ અને પ્રેમ મળશે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. આ સાથે જ તમારી મહેનત અને લગન જોતા પગારમાં વધારો કે પછી પદોન્નતિ થઈ શકે છે. બિઝનેસમાં પણ અપાર સફળતાની સાથે નફાના પ્રબળ યોગ છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે તમારું કૌશલ દેખાડવામાં સફળ થશો.
કર્ક રાશિ
શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના નવમાં ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. નવી સંપત્તિ બનાવી શકો છો. આ સાથે જ વરિષ્ઠ લોકોના સંપર્કથી તમને લાભ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળી શકે છે. આધ્યાત્મ તરફ વળેલા રહેશો. આ સાથે કોઈને કોઈ પ્રકારે આર્થિક લાભ થશે. નવી સંપત્તિ ખરીદવાની સંભાવના ખુબ છે. બિઝનેસમાં ખુબ નફો કમાશો. પરિવાર સાથે સારો સમય વીતશે.
કન્યા રાશિ
આ રાશિમાં શુક્ર સાતમા ભાવમાં બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જીવનમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થઈ શકે છે. શારીરિક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. માનસિક રીતે મજબૂત થશો. સહયોગી અને પાર્ટનર સાથે મળીને બિઝનેસમાં ખુબ નામ અને પૈસા કમાઈ શકો છો. આ સાથે જ બિઝનેસમાં કોઈ મોટી ડીલ સાઈન કરી શકો છો. કુશળ નેતૃત્વથી દરેકના પ્રિય બનશો. ધનનું રોકાણ લાભકારી સિદ્ધ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube