Shukra Gochar 2023: જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. આ રાશિ પરિવર્તન તમામ રાશિઓને અસર કરે છે. ઘણી રાશિઓને તેનાથી લાભ થાય છે તો કેટલીક રાશિઓને ગ્રહ ગોચરથી સમસ્યાનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી નવેમ્બર મહિનામાં સૌથી પહેલા શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. મહિનાની શરૂઆતમાં શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. દિવાળી પહેલા આ એક મહત્વની ઘટના છે. આ ગોચર 3 નવેમ્બરના રોજ સવારે 4:58 કલાકે થશે. તો ચાલો તમને પણ જણાવીએ શુક્રનું રાશિ પરિવર્તન કઈ કઈ રાશિને લાભ કરશે.


આ પણ વાંચો:


Geeta Gyan: વ્યક્તિની આ 4 ઈચ્છા તેને કરે છે બરબાદ, સમય રહેતા સુધરી જવામાં છે ભલાઈ


વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ચાર રાશિઓ માટે બનશે સંકટનું કારણ, બચવા માટે કરો આ ઉપાય


માતા લક્ષ્મી હોય નારાજ તો બને છે આવી ઘટનાઓ, તમારી સાથે થતી હોય તો તુરંત કરો આ ઉપાય


કર્ક રાશિ
શુક્રનું ગોચર કર્ક રાશિના ત્રીજા ભાવમાં થશે. આ રાશિના લોકોના ઘણા દિવસોથી અટકેલા કામ પુરા થવા લાગશે. તેમની મહેનતનું ફળ મળવા લાગશે. જો તેમની કોઈ જૂની અધુરી ઈચ્છા હોય તો તે પૂરી થવાની સંભાવના છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. આ રાશિના લોકો મોટા પદ પર પણ પહોંચી શકે છે.
 
કન્યા રાશિ 
શુક્ર ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે, તેથી આ રાશિના લોકો પર વિશેષ કૃપા વરસશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમનો તમારો સારો સમય શરૂ થવાનો છે.  નવી નોકરીની તકો મળવાની સંભાવનાઓ છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠાને પણ વધશે. તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે. વેપારી વર્ગને મોટો લાભ થઈ શકે છે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને શુક્રના ગોચરથી ફાયદો થવાનો છે.  નોકરીયાત અને ધંધાદારી લોકો સાનુકૂળ સંજોગોમાં સમય પસાર કરશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે. બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ આગળ વધે તેવી સંભાવના છે. લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા કેસનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)