Shukra Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. નવેમ્બર મહિનામાં પણ ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જેની શરુઆત 3 નવેમ્બરથી થઈ ચુકી છે. 3 નવેમ્બરે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે. શુક્ર ગ્રહ પ્રેમ, લગ્ન, સુખ અને સંપત્તિનો કારક ગ્રહ છે. શુક્ર ગ્રહે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. તો ચાલો તમને પણ જણાવીએ કે આ રાશિ પરિવર્તન કઈ કઈ રાશિઓ માટે લાભકારી છે. 
 
આ પણ વાંચો: ભગવાન વિષ્ણુએ જણાવેલા આ 4 કામ કરનારને દરેક કાર્યમાં મળે છે સફળતા અને ધન લાભ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા રાશિ 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિમાં શુક્રના પ્રવેશને કારણે આ રાશિના લોકોને વિશેષ લાભ થશે. કન્યા રાશિના લોકોની ખુશીમાં વધારો થશે. આ સમયે બગડેલા કામ પૂરા થતા જોવા મળશે. કરિયર અને બિઝનેસમાં તમારી ઈચ્છા મુજબ સફળતા મળશે. વિવાહિત જીવન આ સમયે મધુર રહેશે. તમને તમારા જીવનસાથીનો પ્રેમ મળશે.  ખોરાક પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
 
તુલા રાશિ


શુક્ર તુલા રાશિના લોકોના ખર્ચમાં વધારો કરશે.  આ રાશિના લોકો મોબાઈલ, લેપટોપ અને અન્ય અનેક લક્ઝરી વસ્તુઓ પર પૈસા ખર્ચી શકે છે. આ સમય દરમિયાન તમારા પાર્ટનર સાથે વેકેશન પર પણ જઈ શકો છો. પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થવાની સંભાવના છે.


આ પણ વાંચો: Shani margi: હવે પલટી મારશે આ રાશિઓનું ભાગ્ય, માર્ગી શનિ ધનથી ભરી દેશે આ લોકોનું ઘર


વૃશ્ચિક રાશિ


કન્યા રાશિમાં શુક્રના ગોચરના કારણે વૃશ્ચિક રાશિના લોકોની આવક વધશે. આ સમયે ધન પ્રાપ્તિની તકો વધશે. આ લોકોને કરિયર અને બિઝનેસમાં તેમની ઈચ્છા મુજબ સફળતા મળશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. તમામ શુભ કાર્યોમાં તમને સફળતા મળશે.


ધન રાશિ
 
કન્યા રાશિમાં શુક્રના ગોચરને કારણે કરિયર અને બિઝનેસમાં ગ્રોથ જોવા મળશે. ખાસ કરીને ધન રાશિના લોકોના વ્યવસાયમાં ઘણો ફાયદો થશે. કરિયરમાં પણ આ સમયે સફળતા મળશે. નવી નોકરી પણ મળી શકે છે.


આ પણ વાંચો: 1 વર્ષ પછી આ 3 રાશિના જીવનમાં ઉગશે સોનાનો સૂરજ, સૂર્ય-મંગળ યુતિ ચારેતરફથી કરાવશે લાભ


મકર રાશિ


શુક્રના કન્યા રાશિમાં પ્રવેશના કારણે આ રાશિના લોકોને વિશેષ લાભ થશે. તમને જણાવી દઈએ કે શુક્રનું આ રાશિ પરિવર્તન ભાગ્ય ભાવમાં થયું છે તેના કારણે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)