72 કલાક બાદ આ રાશિવાળાનું ચમકી જશે ભાગ્ય, નવી નોકરી...બેંક બેલેન્સમાં બંપર વધારો, ચારેબાજુથી સફળતા મળશે
વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર 31 જુલાઈના રોજ બપોરે 2.15 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. આ સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે.
દૈત્યોના ગુરુ શુક્ર ધન-વૈભવ, સુખ સમૃદ્ધિ, આકર્ષણ અને પ્રેમના કારક મનાય છે. શુક્ર લગભગ 26 દિવસમાં રાશિ પરિવર્તન કરતા હોય છે. વૈદિક જ્યોતિષ મુજબ હાલ શુક્ર કર્ક રાશિમાં બિરાજમાન છે. જ્યારે જુલાઈના અંતમાં એટલે કે 31 જુલાઈના રોજ તેઓ સૂર્યની રાશિ સિંહમાં ગોચર કરશે. સૂર્યની રાશિમાં જવાથી કેટલીક રાશિના જાતકોને અનેક ગણો લાભ મળી શકે છે. શુક્રનું સિંહના રાશિમાં ગોચર કોને લાભ કરાવશે તે ખાસ જાણો.
વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર 31 જુલાઈના રોજ બપોરે 2.15 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. આ સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે.
મિથુન રાશિ
આ રાશિમાં શુક્ર પંચમ અને બારમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ત્રીજા ભાવમાં રહેશે. આવામં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. કરિયર પર સકારાત્મક પ્રભાવ પડશે. સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી ખુબ સન્માન મળી શકે છે. કામના મામલે મુસાફરીઓ કરવી પડી શકે. તેનાથી લાભ થશે. સહકર્મીઓ સાથે ચાલતી ગેરસમજ દૂર થશે. લવ લાઈફ સારી રહેશે. વૈવાહિક જીવન પણ સારું રહેશે. વેપારની વાત કરીએ તો ખુબ નફો કમાઈ શકો છો. શેર માર્કેટથી પણ લાભ મેળવી શકો છો. કમાણીના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ ધન ભેગુ કરવામાં પણ સફળ રહેશો. આઉટસોર્સિંગથી સારી કમાણી થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કર્ક રાશિ
આ રાશિમાં શુક્ર ચતુર્થ અને એકાદશ ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં પ્રવેશ કરીને બીજા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોના પરિવારનો વિકાસ સારી રીતે થશે. સારી કમાણીના સંકેત મળી રહ્યા છે. કાર્યસ્થળ પર તમારા કામની ખુબ પ્રશંસા થશે. આ સાથે જ પદોન્નતિની સાથે પ્રોત્સાહન મળી શકે છે. વેપારમાં ખુબ લાભ થશે. નવો વેપાર શરૂ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં ફાયદાકારક રહી શકે છે. ખુબ નફો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. પાર્ટનર સાથે ખુશનુમા પળો વિતાવી શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
સિંહ રાશિ
સૂર્યની રાશિમાં શુક્ર પહેલા એટલે કે લગ્ન ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો પોતાના દરેક લક્ષ્યાંકને મેળવવામાં સફળ થઈ શકે છે. નોકરી શોધતા જાતકોને લાભ મળી શકે છે. આ સાથે જ કામના સિલસિલામાં અનેક મુસાફરી કરી શકો છો. તેનાથી પણ તમને લાભ મળવાના પૂરા આસાર છે. વેપારમાં હરીફોને કાંટાની ટક્કર આપી શકો છો. ખુબ નફો રળી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. તમે વધુ ધન કમાઈ શકો છો. કમાણીના નવા સ્ત્રોત ખુલશે. જીવનસાથી સાથે મધુરતા જોવા મળશે. સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)