જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દેવને ભૌતિક સુખ, ધન, ઐશ્વર્ય, વૈભવ, વિલાસિતા વગેરેના કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ શુક્ર દેવ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તમામ રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે. આવામાં શુક્રએ હાલમાં જ મીન રાશિમાં પ્રવેશ કરેલો છે અને 24 એપ્રિલ સુધી તે મીન રાશિમાં જ બિરાજમાન રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ ભાગ્ય પણ ચમકશે


24 એપ્રિલ સુધી કેટલીક રાશિવાળાઓના જીવનમાં સારા ફેરફાર જોવા મળશે. આ સાથે જ ભાગ્ય પણ ચમકશે. ધન સંપત્તિમાં વધારો થશે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. બધુ મળીને આ રાશિવાળાને બસ બખ્ખા જ બખ્ખા રહેશે. કોણ છે તે લકી રાશિઓ તે ખાસ જાણો. આ રાશિના જાતકો માટે સોનેરી દિવસો આવી રહ્યાં છે.


વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાના જીવનમાં શુક્રનું રાશિ પરિવર્તન ખુબ શુભ રહેશે. આવનારા 20 દિવસ વૃષભ રાશિવાળાને લાભ જ લાભ થશે. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે વૃષભ રાશિવાળાનો સ્વામી ગ્રહ શુક્ર છે. આવામાં જીવનસાથી સાથે પણ જીવન સુખમય રહેશે. ભૌતિક સુખોનો વિસ્તાર થશે. જે લોકો વેપાર કરે છે તેમને કારોબારમાં ડબલ ફાયદો થશે. મોટા વેપારીઓ સાથે મુલાકાત પણ થઈ શકે છે. જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. 


મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન ખુબ શુભ છે. કારણ કે આ ગોચર મિથુન રાશિમાં કર્મ ભાવમાં થયું છે. આવામાં વેપારમાં ખુબ ફાયદો થશે. સહકર્મીઓનો સાથ મળશે. આ દરમિયાન તમારી દરેક ઈચ્છી પૂરી થઈ શકે છે. કરિયરમાં અચાનક સફળતા મળી શકે છે. કોઈ પણ કાર્યમાં સીનિયર્સનો સાથ મળશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે પણ શુક્રનું રાશિ પરિવર્તન સારું રહેશે. કારણ કે ધનુ રાશિવાળાની કુંડળીમાં શુક્રનું આ રાશિ પરિવર્તન ચતુર્થ ભાવમાં થયું છે. આવામાં જે લોકો ભૌતિક સુખથી વંચિત છે તેમને આવનારા  કેટલાક દિવસોમાં તમામ પ્રકારના ભૌતિક સુખ મળશે. વાહનો કે પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. નોકરી કરનારા લોકો માટે આ સમય ખુબ શુભ છે. અચાનક આવકમાં વધારો થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં આમતેમ ભટકી રહ્યા છે તેમને સારી કંપનીમાં જોબ મળી શકે છે. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube