શુક્ર ગ્રહ આજે સવારે 4.58 કલાકે સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં એન્ટ્રી લઈ ચૂક્યો છે. તથા 29 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. આ પરિસ્થિતિઓ કેટલીક રાશિઓ માટે અપાર સફળતા લઈને આવી છે. આ રાશિઓને આગળ વધવાની તક મળશે અને ધનલાભ વધતો જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક જ્યોતિષ મુજબ શુક્રને એક શુભ ગ્રહ પણ માનવામાં આવે છે. શુક્રના પ્રભાવથી જીવનમાં ભૌતિક અને વૈવાહિક સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે શુક્રની સારી સ્થિતિના પરિણામ સ્વરૂપે ભૌતિક સુખ, લગ્નજીવનનું સુખ, વિલાસિતા, પ્રસિદ્ધિ, પ્રતિભા, રોમાન્સ, વાસના, ફેશન ડિઝાઈનિંગ અને બીજુ ઘણું બધુ મળે છે. 


જો આપણે રાશિઓની વાત કરીએ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે આ ઉપરાંત મીન તેની ઉચ્ચ રાશિ છે અને કન્યા તેની નીચ રાશિ છે. તેનો અર્થ એ થયો કે શુક્રનું આ મહત્વપૂર્ણ ગોચર તેની નીચ રાશિમાં થઈ રહ્યું છે. કન્યા રાશિમાં શુક્રનું ગોચર 23 દિવસ સુધી રહેશે અને ત્યારબાદ શુક્ર ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરશે. 


વૈદિક જ્યોતિષમાં ગ્રહનું પરિવર્તન થતું રહે છે અને દરેક ગ્રહના સ્વભાવ પ્રમાણે તેનો અલગ પ્રભાવ પણ હોય છે. શુક્રની વાત કરીએ તો આ ગ્રહ સુખ શાંતિ ધન દૌલત, સૌંદર્ય અને આકર્ષણનો ગ્રહ છે. જે આજે 3 નવેમ્બરે રાશિ પરિવર્તન કરી ચૂક્યો છે. 


કર્ક રાશિ
ભાગ્યનો પૂરો સાથે મળશે, કરિયરમાં પ્રગતિ મળશે. 
અટકેલા કામો હવે ઝડપથી પૂરાં થશે અને બિઝનેસમાં ફાયદો થશે. 
આવકની નવી તકો મળશે અને પૈસાની પણ બચત થઈ શકશે. 
જીવનને નવી દિશા આપનારો સમય રહેશે. 


કન્યા રાશિ
ભાગ્યનો સાથ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી રહ્યો છે. 
પરંતુ નોકરીયાતોએ વધુ મહેનત કરવી પડશે. 
તમારું કામ તમારી ઓળખ બની રહ્યું છે, પ્રમોશનના ચાન્સ છે. 
પરિવારના સહયોગથી તમને વેપારમાં ફાયદો  થશે. 


વૃશ્ચિક રાશિ
કરિયરમાં ફેરફાર થઈ શકે છે, ભાગ્યનો ભરપૂર સાથ મળશે. 
કોઈ મોટી મુસાફરી થઈ શકે છે જે જિંદગી બદલી નાખનારી રહેશે. 
11માં ભાવે શુક્ર આર્થિક સ્થિતિને મજબૂત કરી દેશે. 
બિઝનેસમાં ખુબ નફાનો સમય આવી રહ્યો છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube