જ્યોતિષશાસ્ત્ર મજુબ શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, કામુકતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આથી જ્યારે પણ આ ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે ત્યારે આ સેક્ટરો પર પ્રભાવ પડે છે. અત્રે જણાવવાનું કે શુક્ર ગ્રહ 2 ઓક્ટોબરના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી 3 રાશિના જાતકોને આકસ્મિક  ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો કોણ છે તે  ભાગ્યશાળી જાતકો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
કર્કવાળા માટે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિમાં ધન ભાવમાં ગોચર કરી રહ્યો છે. આથી આ સમય તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે વેપરામાં તમને કઈક નવા આઈડિયા કામ કરી શકે છે. જ્યારે આ સમયગાળામાં તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સાથે જ કોઈ મજબૂત નિર્ણય લેશો જે સફળ સાબિત થશે. શુક્ર ગ્રહ તમારી રાશિથી  ચતુર્થ અને 11માં ભાવના સ્વામી છે. આથી આ સમયમાં તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ સાથે જ તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. જ્યારે રોકાણથી પણ લાભના સંકેત છે. 


ધનુ રાશિ
શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન ધનુ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર  ગ્રહ તમારી ગોચર કુંડળીના ભાગ્ય સ્થાન પર ભ્રમણ કરવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ જે કામ તમારા અટકેલા હતા તે બનતા જશે. તમારી રૂચિ ધર્મ કર્મના કામોમાં વધી શકે છે. આ ઉપરાંત તમને ધર્મ કર્મના કામો પર રૂપિયા ખર્ચી શકો છો. શુક્રનું ગોચર થવાથી તમારા જીવનમં પૈસા કમાવવાની અનેક તકો આવશે. તમારો પોતાનો બિઝનેસ હશે તો આવક વધશે. આ સાથે જ તમે મુસાફરી કરો તેવા પણ યોગ છે. જે શુભ સાબિત થશે. 


વૃશ્ચિક રાશિ
આ રાશિવાળા માટે શુક્ર ગ્રહનું ગોચર કરિયર અને કારોબારની રીતે અનુકૂળ સાબિત થશે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર સંચરણ કરવા જઈ રહ્યો છે. આથી આ સમય તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. આ સાથે જ નવા કામ શરૂ કરવા માટે શુભ સમય છે. જે લોકો બેરોજગાર છે તેમને આ સમયમાં નવી જોબ મળી શકે છે. શુક્ર ગ્રહના ગોચથી તમને ધનલાભ થવાની આશા છે અને વ્યવસાયમાં પણ વિશેષ લાભ થશે. આ સાથે જ નોકરીયાતોની કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે જેનાથી બોસ તેમનાથી ઈમ્પ્રેસ થશે. જ્યારે તમને જૂનિયર અને સીનિયર બંનેનો સાથ મળશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube