Venus Transit: શુક્રનું સિંહમાં ગોચર આ 3 રાશિવાળાને ખુબ ફળશે, ભાગ્યનો સાથ માલામાલ કરે તેવા પ્રબળ યોગ
Shukra Gochar: શુક્ર એ ભૌતિક સુખ સુવિધાઓ અને વિલાસતાઓનો કારક ગ્રહ મનાય છે. કુંડળીમાં શુક્રના શુભ હોવા પર વ્યક્તિને તમામ સુખ સુવિધાઓ મળતી હોય છે. તેનું આખું જીવન સુખ સુવિધાઓમાં પસાર થાય છે. શુક્ર 7 જુલાઈના રોજ સવારે 3.59 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
Shukra Gochar: શુક્ર એ ભૌતિક સુખ સુવિધાઓ અને વિલાસતાઓનો કારક ગ્રહ મનાય છે. કુંડળીમાં શુક્રના શુભ હોવા પર વ્યક્તિને તમામ સુખ સુવિધાઓ મળતી હોય છે. તેનું આખું જીવન સુખ સુવિધાઓમાં પસાર થાય છે. શુક્ર 7 જુલાઈના રોજ સવારે 3.59 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. ત્યારબાદ શુક્ર 23 જુલાઈના રોજ સવારે 6.01 વાગે વક્રી થશે અને 7 ઓગસ્ટ 2023ની સવારે ફરીથી કર્ક રાશિમાં વાપસી કરશે અને 4 સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે. તેમના આ ગોચરનો કેટલીક રાશિઓને ફાયદો થશે ખાસ જાણો.
તુલા રાશિ
શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ તુલા રાશિવાળા માટે ભાગ્ય ચમકાવનારો રહેશે. આ દરમિયાન આ રાશિના લોકોને કરિયર અને કારોબાર બંનેમાં ફાયદો થશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. શેર માર્કેટમાં રોકાણ માટે સારો સમય છે.
વૃષભ રાશિ
શુક્રનું ગોચર વૃષભ રાશિવાળા માટે શુભ રહેશે. ઘરમાં ખુશીઓ વધશે. નવી ગાડી ખરીદવાના યોગ બનશે. નોકરીયાતો માટે સમય ઉત્તમ રહેશે. માન સન્માન વધશે. ભૌતિક સુવિધાઓનો લાભ મળશે. કારોબારમાં ધન આગમનના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રે પ્રમોશન વગેરે મળી શકે છે.
સિંહ રાશિ
શુક્રનું સિંહમાં રાશિ પરિવર્તન સિંહ રાશિવાળા માટે ખુબ સારું રહેશે. લોકો તમારી તરફ આકર્ષાશે. કાર્યક્ષેત્રે સફળતા મળશે. લગ્નજીવન સુખ ચરમસીમાએ રહેશે. બિઝનેસમાં પ્રગતિ થશે. જીવનમાં રોમાન્સની એન્ટ્રી થશે. તમારી પર્સનાલીટીમાં નિખાર આવશે. જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. માન સન્માન વધશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube