Shukra Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહ કહેવાય છે કારણ કે તે ભૌતિક સુખનો કારક ગ્રહ છે. કુંડળીમાં જો શુક્ર ગ્રહ શુભ હોય તો વ્યક્તિ ધનવાન બને છે અને વૈભવી જીવન જીવે છે. જેનો શુક્ર મજબૂત હોય તેની પર્સનાલિટી પણ આકર્ષક હોય અને તેનું જીવન રોમાન્સથી ભરપૂર હોય છે. આ રીતે જ્યારે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે લોકોના જીવનના આ ક્ષેત્રો પર તેની અસર જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ મીન રાશિના જાતકોને ઉત્તમ ફળ પ્રદાન કરનારું હશે


માર્ચ મહિનામાં શુક્ર ગ્રહ બે વખત રાશિ પરિવર્તન કરશે. સૌથી પહેલા 7 માર્ચે શુક્ર ગોચર કરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 31 માર્ચે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. માર્ચ મહિનામાં શુક્રનું આ રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના લોકોના જીવનમાં ધન સંપત્તિ વધશે અને સુખ-સુવિધામાં પણ વધારો થશે. ખાસ કરીને નોકરી અને વેપારની બાબતમાં માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેશે. તો ચાલો તમને પણ જણાવીએ માર્ચ મહિનો કઈ રાશિ માટે ખૂબ જ શુભ છે 


શુક્ર ગોચરનો શુભ પ્રભાવ 


આ પણ વાંચો: Holashtak 2024: ક્યારથી શરૂ થશે હોળાષ્ટક ? જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું નહીં


મેષ રાશિ


મેષ રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી રહેશે. આ રાશિના લોકોની આવક વધશે અને કરિયરમાં પણ સારી તક મળી શકે છે. જીવનમાં સુખ સુવિધા વધશે. અગાઉ કરેલા રોકાણથી ધન લાભ થશે. ધનની બચત કરવામાં સફળતા મળશે. 


આ પણ વાંચો: આ દિવસે ભૂલથી પણ પીપળાની પૂજા કરી તો પાછળ પડી જશે અલક્ષ્મી, આવી જશો રસ્તા પર


તુલા રાશિ


તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. માર્ચ મહિનામાં આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. ભૌતિક સુખ સમૃદ્ધિ વધશે. વાહન પ્રોપર્ટી ખરીદવાના પણ યોગ છે. નોકરીમાં પ્રમોશન મળશે. વેપાર કરતાં લોકોનો નફો વધશે. લગ્ન જીવનમાં સુખ વધશે.


આ પણ વાંચો: Mahashivratri 2024: આ દુર્લભ સંયોગમાં ઉજવાશે મહાશિવરાત્રી, વ્રતનું મળશે અનેકગણું ફળ


મકર રાશિ


મકર રાશિના લોકોને પણ શુક્રનું ગોચર લાભ કરાવશે. આ સમય દરમિયાન અણધાર્યો ધન લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત છે. ભૂમિ-ભવન ખરીદવા માટે સમય સારો. સંપત્તિથી લાભ થશે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. નોકરી અને વેપાર માટે પણ સારો સમય.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)