કુંભ રાશિમાં શુક્ર અને મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગ અને ધનયોગ બનાવી રહ્યા છે. હોળી પહેલા શનિની કુંભ રાશિમાં શુક્ર અને મંગળી ખુબ જ શાનદાર યુતિ થવાની છે. ધન પ્રાપ્તિ માટે આ શુક્ર અને મંગળની યુતિ ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. શુક્ર 7 માર્ચના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને તેના એક સપ્તાહ  બાદ મંગળ પણ કુંભ રાશિમાં આવી જશે. હોળી પહેલા શુક્ર અને મંગળની યુતિ થવાથી કારોબારીઓને ખાસ લાભ થશે. નફો સારો થશે અને તહેવારો પર ખુબ કમાણી થશે. શુક્ર અને મંગળની આ યુતિ મેષ અને કુંભ સહિત 5 રાશિઓના જીવમાં સફળતા લાવશે અને ભાગ્ય ચમકી જશે. જાણો ભાગ્યશાળી રાશિઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
શુક્ર અને મંગળની યુતિથી મેષ રાશિવાળાનો હોળી તહેવાર ખુબ શાનદાર રહેશે. હોળી પહેલા તેમની પાસે અટવાયેલું ધન પાછું આવશે. સંપત્તિમાં વધારો થશે. તમને કારોબારમાં પૈસા કમાવવાની તક મળશે અને નોકરીયાતોને પણ તહેવાર પહેલા સારું બોનસ મળી શકે છે. પરિવાર તરફથી ભરપૂર સપોર્ટ મળશે અને તમારો સમય સારો પસાર થશે. 


મિથુન રાશિ
શુક્ર અને મંગળની યુતિ મિથુન રાશિવાળાના જીવન પર સારો પ્રભાવ પાડશે. આ રાશિના લોકો ધનથી માલામાલ થઈ જશે. કારોબારમાં અનેક ગણી પ્રગતિ થશે. ભાગ્યનો સાથ મળશે અને નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે. જો તમે બિઝનેસ કરતા હોવ તો તમને કોઈ મોટી ડીલ હાથ લાગી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા ધનમાં ખુબ વધારો થશે. પરિવારના લોકો તમને દરેક પળે સાથ આપશે. વિદેશથી વેપાર કરનારાઓને સારી કમાણી થશે. 


તુલા રાશિ
તુલા રાશિવાળાના જીવનમાંથી દરેક પ્રકારના કષ્ટ દૂર થશે. કારોબારમાં વધારો થશે. ધનપ્રાપ્તિના અનેક શુભ યોગ બની રહ્યા છે અને તમારા મિત્રો તરપથી મોટી મદદ મળી શકે છે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોવ તો હાલ તમારું કામ શરૂ થઈ શકે છે. તેમાં તમને બચત પણ સારી થશે. જે લોકો ઘણા સમયથી બીમાર હતા તેમના કષ્ટ દૂર થશે. બેંક બેલેન્સમાં વધારો થશે. 


વૃશ્ચિક રાશિ
શુક્ર અને મંગળની યુતિથી વૃશ્ચિક રાશિના લોકો ધનવાન  બનશે. વેપારમાં પ્રગતિ થશે. વેપારીો માટે આ યુતિ હોળી પર સારી કમાણી કરનારી ગણવામાં આવી રહી છે. જબરદસ્ત ધનલાભ થશે. વેપાર સંલગ્ન યોજનાઓ સફળ થશે. નોકરી કરનારાઓનું પ્રમોશન થઈ શકે છે. નવું વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. ઘરમાં નવી કાર આવી શકે છે. પરિવારમાં સુખ સંપત્તિ સ્થપાશે. ધનના રોકાણ સંલગ્ન યોજનાઓ સફળ થશે. 


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ યુતિ કોઈ મોટા ખુશખબર લાવી શકે છે. જે ગુડ ન્યૂઝના તમે લાંબા સમયથી રાહ જોતા હતા તે તમને મળી શકે છે. પાર્ટનરશીપમાં બિઝનેસની શરૂઆત કરનારાઓ માટે આ સારો સમય છે. તમારા ધનમાં વધારો થશે. તમે કેટલાક પૈસા તમારા ભવિષ્ય માટે પણ બચાવી શકશો. જેમના ઘરમાં વિવાહ યોગ્ય લોકો હોય તેમને સારો પ્રસ્તાવ આવી શકે છે. તેમની કરિયરથી પણ તમે સંતુષ્ટ રહેશો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube