Shukra Mangal Yuti 2024: શુક્ર અને મંગળનો સમસપ્તક યોગ 12 ડિસેમ્બરથી સર્જાયો છે. શુક્ર અને મંગળ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખાસ ગ્રહ છે. શુક્ર વ્યક્તિને પ્રેમ, ધન, ભૌતિક સુખ આપે છે અને મંગળ સાહસ, ભૂમિ, પરાક્રમ, ઉર્જા અને શક્તિ આપે છે. વૈદિક જ્યોતિષ અનુસાર 12 ડિસેમ્બર અને ગુરૂવારથી શુક્ર અને મંગળ એકબીજાના સપ્તમ ભાવમાં બિરાજમાન છે. જેના કારણે સમસપ્તક યોગ બન્યો છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એકબીજાથી 180 ડિગ્રી પર હોય આમ તો આ યોગ કેટલીક રાશિ માટે શુભ છે પરંતુ 3 રાશિ એવી પણ છે જેમણે આ સમય દરમિયાન ધ્યાન રાખવું પડશે. જો સાવધાની નહીં રાખે તો આ રાશિના લોકોને નુકસાન પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમસપ્તક યોગ આ 3 રાશી માટે અશુભ 


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 14 ડિસેમ્બર: શનિવાર મકર રાશિ માટે શુભ, કુંભ રાશિને સફળતા મળશે


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો ઉપર શુક્ર અને મંગળના યોગનો અશુભ પ્રભાવ રહેશે. જેના કારણે વેપારમાં નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર જોવા મળી શકે છે. વેપારીઓ માટે નવી યોજનાને અમલમાં મૂકવા સમય યોગ્ય નથી. આ સમય દરમિયાન નફો ઘટી શકે છે નોકરી કરતા લોકોને નવા પ્રોજેક્ટ મળશે જેના કારણે વર્ક પ્લેસ પર કામનો બોજ વધશે. લવ લાઇફમાં પણ સમસ્યા થઈ શકે છે જેના કારણે ઘરનું વાતાવરણ થોડા દિવસ માટે તણાવ પૂર્ણ રહી શકે છે. 


આ પણ વાંચો: Rashifal: જાન્યુઆરી મહિનો આ 5 રાશિઓ માટે મંગળદાયક, પહેલા મહિનામાં પલટી મારશે નસીબ


મકર રાશિ 


શુક્ર અને મંગળનો આ યોગ મકર રાશિ માટે પણ પરેશાની કરનાર સાબિત થઈ શકે છે. વેપારીઓએ વેપાર સંબંધિત યાત્રાઓ કરવી પડી શકે છે. યાત્રા કરવાનું થાય તો આહારની બાબતમાં સાવધાન રહેવું નહીં તો તબિયત ખરાબ થઈ શકે છે. જે લોકો કપડા કે કોસ્મેટીક્સનો વેપાર કરે છે તેમના માટે સમય નુકસાનકારક રહી શકે છે. પાર્ટનર સાથે પણ વિવાદ થવાથી મૂડ ખરાબ રહે તેવી સંભાવના. કારકિર્દી ને લઈને યુવા વર્ગ પરેશાન થઈ શકે છે. 


આ પણ વાંચો: Samsaptak Yog: શુક્ર અને મંગળ ગ્રહે બનાવ્યો સમસપ્તક યોગ, 3 રાશિને મળશે અપાર ધન


કુંભ રાશિ 


આ સમયે એવો હશે જ્યારે શું કરવું અને શું નહીં તેને લઈને મનમાં ચિંતાઓ રહે. યુવા વર્ગ પણ ટેન્શનમાં રહી શકે છે. પરિવારમાં પિતા સાથે અણબનાવ થવાની સંભાવના. પ્રતિસ્પર્ધીઓના કારણે બિઝનેસમાં તણાવ વધશે. કાર્ય કરવામાં પણ મન ન લાગે તેવું બને. લવ લાઇફમાં પણ સમસ્યાઓ આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલ સમય રહે તેવી સંભાવના. નોકરી સંબંધિત સમસ્યા પણ આવી શકે છે. નોકરી કરતા લોકો પણ બેરોજગાર થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)