Shukra Nakshatra Gochar 2024: 13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક
Shukra Nakshatra Gochar 2024: શુક્ર હાલ દેવગુરુ બૃહસ્પતિના નક્ષત્ર વિશાખામાં ગોચર કરે છે. અહી શુક્ર 13 ઓક્ટોબર સુધી રહેશે. આ સમય દરમિયાન 3 રાશિના લોકોને અપાર ધનલાભ અને કાર્યમાં સફળતા મળશે.
Shukra Nakshatra Gochar 2024: જન્મકુંડળીમાં શુક્ર ગ્રહનું વિશેષ સ્થાન હોય છે. શુક્ર ગ્રહની સ્થિતિના આધારે જ વ્યક્તિને જીવનમાં ધન અને ઐશ્વર્ય મળે છે. શુક્ર ગ્રહ દર 26 દિવસે રાશિ પરિવર્તન કરે છે અને 11 દિવસે નક્ષત્ર પરિવર્તન કરે છે. શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર પણ બધી જ રાશિને થાય છે.
આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ મેષ, મિથુન સહિત 5 રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનાર
વૈદિક પંચાંગ અનુસાર 5 ઓક્ટોબર 2024 ના રોજ શુક્ર ગ્રહ દેવગુરુ ગૃહસ્પતિના નક્ષત્ર વિશાખામાં ગોચર કર્યું છે. શુક્ર આ નક્ષત્રમાં 13 ઓક્ટોબર સુધી રહેશે. 13 ઓક્ટોબર સુધીનો સમય 3 રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ હશે. આ રાશિના લોકોને દાંપત્ય જીવનમાં સુખ, સારું સ્વાસ્થ્ય, કાર્યમાં સફળતા અને આવકમાં વધારો થવાના લાભ મળશે.
આ પણ વાંચો:માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
મેષ રાશિ
શુક્રના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર સારી અસર થશે. ભાગ્યનો સાથ મળશે. યુવાનોને કરિયરમાં લાભ થશે. કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. પારિવારિક સુખ વધશે. દાંપત્યજીવન સુખમય રહેશે.
આ પણ વાંચો: ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ
સિંહ રાશિ
શુક્રનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સુખ આપશે. જૂની બીમારી કે દુખાવાથી મુક્તિ મળી શકે છે. કારકિર્દીમાં યુવાનો ઊંચું પદ હાસિલ કરી શકે છે. સમાજમાં નવી ઓળખ ઊભી થશે. જે લોકો પોતાનો વેપાર કરે છે તેમની આવક વધશે. વેપારમાં નફો ડબલ થવાની પ્રબળ સંભાવના.
આ પણ વાંચો: તુલા રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિના લોકોનું વધશે બેન્ક બેલેન્સ, ધન મળશે
મીન રાશિ
કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભ કરાવશે. કારકિર્દીમાં યુવાનોને સફળતા મળશે. નોકરી બદલવાનું વિચારતા લોકો માટે સારો સમય. ભાગ્ય પ્રબળ થશે. વેપારીઓનું સમાજમાં નામ વધશે. દાંપત્ય જીવનની સમસ્યા દૂર થશે. પારિવારિક મતભેદ દૂર થવાની સંભાવના.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)