દૈત્યોના રાજા અને ધન વૈભવ, સુખ સમૃદ્ધિ, માન સન્માન, આકર્ષણ, પ્રેમ સ્વાસ્થ્ય, તેજ બુદ્ધિ અને જરૂરી સુખ સુવિધાના કારક ગ્રહ શુક્રના રાશિ કે નક્ષત્ર પરિવર્તનની અસર કોઈને કોઈ રીતે પડતી હોય છે.  હાલ શુક્ર અનુરાધા નક્ષત્રમાં બિરાજમાન છે. પરંતુ દિવાળી પહેલા તે બુધના નક્ષત્ર જયેષ્ઠામાં પ્રવેશ કરશે. શુક્રના આ રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર કોઈને કોઈ રીતે પડશે. 27 ઓક્ટોબરે મધરાતે 1.15 કલાકે શુક્ર જયેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 7 નવેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશે. બુધના સ્વામિત્વવાળા જયેષ્ઠા નક્ષત્રમાં શુક્રના પ્રવેશથી કેટલીક રાશિઓને રાજા મહારાજા જેવું સુખ મળશે તદઉપરાંત આધ્યાત્મ તરફ પણ વધુ નમશે. આ સાથે જીવનમાં અનેક  ખુશીઓનું આગમન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
આ રાશિમાં શુક્ર અગિયારમાં અને ચોથા ભાવના સ્વામી છે અને આ રાશિમાં સાતમા ભાવમાં બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોની આવકનો સ્ત્રોત વધી શકે છે. નવી નોકરી શોધતાલોકોને પણ લાભ મળી શકે છે. અનેક મુસાફરી કરવી પડી શકે છે. કરિયરને નવી ઉડાણ મળી શકે છે. આ સાથે જ વેપારમાં પણ તમને ખુબ લાભ મળી શકે છે. તમારા હરીફોને કાંટાની ટક્કર આપશો. રચનાત્મક ક્ષેત્રોમાં કામ કરનારા જાતકોને લાભ મળશે. તેમની આવક વધશે. મધુર વાણીથી વરિષ્ઠ અધિકારીઓને પ્રસન્ન કરી શકો છો. 


કુંભ રાશિ
આ રાશિમાં શુક્ર અગિયારમાં ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં પદોન્નતિ સાથે અન્ય લાભ મળી શકે છે. તમને અનેક નવી ઓફરો મળી શકે છે. વેપારમાં પણ ખુબ લાભ મળી શકે છે. બિઝનેસ પાર્ટનરની સાથે સારો સમય વિતશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર ક રી શકશો. બચત કરવામાં સફળ રહેશો. લવ લાઈફ સારી રહેશે. સંબંધોમાં તાલમેળ બેસાડવામાં સફળ રહેશો. 


કન્યા રાશિ
આ રાશિમાં શુક્ર ચોથા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોની ઉપર શુક્રની સાથે બુધની પણ વિશેષ કૃપા રહી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન જોવા મળી શકે છે. સહકર્મીઓને પૂરો સહયોગ મળી શકે છે. ધન કમાણીના અનેક યોગ બની શકે છે. આ સાથે જ ભવિષ્ય માટે પણ બચત કરવામાં સફળ રહી શકો છો. જીવનસાથી સાથે સારા સંબંધ રહેશે. સંબંધોમાં ખુશીઓ આવી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)