નવી દિલ્હીઃ 30 નવેમ્બરે સુખ-સમૃદ્ધિના કારક શુક્ર ગ્રહ કન્યા રાશિમાંથી નિકળી પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ રાત્રે 12 કલાક 5 મિનિટ પર થશે અને આ રાશિમાં 25 ડિસેમ્બર 2023 સુધી રહેશે. શુક્ર રાશિ પરિવર્તનની અસર દરેક 12 રાશિઓ પર પડશે. શુક્રને ધન, સંપત્તિ અને એશ્વર્ય વગેરેનો કારક માનવામાં આવે છે. શુક્ર ગોચરનો પ્રભાવ શનિની સાડાસાતીથી પીડિત લોકો પર પણ જોવા મળશે. વર્તમાનમાં શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે, જેનાથી મીન, મકર તથા કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ છે. જાણો શુક્ર શનિની સાડાસાતીથી પીડિત રાખિઓ પર શું પાડશે પ્રભાવ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
મકર રાશિ માટે શુક્ર પંચમ અને દશમ ભાવના સ્વામી હોય છે. શુક્ર ગોચર તમારા કર્મ ભાવમાં થશે. આ ગોચર કાર્યસ્થળ પર અને સામાજિક જીવનમાં તમારી છબીને ઉત્તમ બનાવવાનું કામ કરશે. તમારા પ્રોફેશનલ જીવનમાં ક્રિએટિવિટી આપશે. જે જાતક પોતાના કરિયરની શરૂઆત કરવા ઈચ્છે છે તેના માટે આ સમય શુભ રહેવાનો છે. નોકરી કરનાર જાતકોના જીવનમાં અચાનક સકારાત્મક ફેરફાર આવી શકે છે. તમે જમીન, ભવન કે વાહન ખરીદી શકો છો. 


આ પણ વાંચોઃ Vastu Tips: શું ટોયલેટ અને બાથરૂમ એક સાથે ન બનાવવું જોઈએ? જાણો વાસ્તુ શાસ્ત્રનો નિયમ


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શુક્ર એક શુભ કારક ગ્રહ માનવામાં આવે છે. તે તમારા ચતુર્થ તથા નવમ ભાવનો સ્વામી માનવામાં આવે છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. પિતા તથા ગુરૂ પણ તમારો સહયોગ કરશે. ઘર-પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. ઘરમાં માહોલ શાંતિપૂર્ણ રહેવાનો છે, પરંતુ આ સમય તમે તમારા શોખ પૂરા કરવા માટે વધુ નાણાનો ખર્ચ કરશો. નાના અંતરની યાત્રાએ જઈ શકો છો. 


મીન રાશિ
મીન રાશિ માટે શુક્ર ત્રીજા અને આઠમાં ભાવનો સ્વામી હોય છે. આ ગોચર અષ્ટમ ભાવમાં થવાનું છે. અષ્ટમ ભાવમાં શુક્રનું ગોચર શુભ માનવામાં આવ્યું નથી. તેવામાં તમારે જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આ દરમિયાન તમને પાર્ટનરનો સહયોગ મળશે. સસરા પક્ષ તરફથી તમારો સંબંધ સારો રહેશે. આ દરમિયાન ભાઈ બહેન સાથે પણ સંબંધ સારો રહેશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન તમે બચત કરવામાં સફળ રહેશો.


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube