Shukra Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ધન, સંપત્તિ, ભૌતિક સુખ અને ઐશ્વર્યનો કર્તા છે. તેથી જ કુંડળીમાં શુક્રનું બળવાન હોવું જરૂરી છે, નહીં તો જીવન દુ:ખ અને સંઘર્ષમાં પસાર થાય છે. 30 મેના રોજ શુક્ર ગોચર કર્યા બાદ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 7મી જુલાઈ સુધી કર્ક રાશિમાં રહેશે. આ રીતે, આ 38 દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને આ લોકો માટે ઘણો લાભ આપશે. શુક્ર આ રાશિના લોકોને ઘણું ધન, સંપત્તિ, વૈભવ અને એશ્વર્ય આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો
વર્ગ-3ની ભરતી માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, જાણો નવો નિયમ
PM Modi Japan Visit: G-7 સમિટ માટે આજે જાપાન રવાના થશે વડાપ્રધાન મોદી, જાણો વિગતો
રાશિફળ 19 મે : આ રાશિના લોકોને આજે થશે ધનલાભ, જાણો તમારા માટે કેટલો શુભ છે શુકવાર


શુક્રના ગોચરથી આ રાશિના લોકોની ચમકી જશે કિસ્મત


મેષ - શુક્રનું સંક્રમણ મેષ રાશિના જાતકોને ઘણી પ્રગતિ કરાવશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થશે. વેપારમાં લાભ થશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. અટકેલા કામ પણ પૂરા થઈ શકે છે..


કર્ક - શુક્ર કર્ક રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે અને આ રાશિના જાતકોને ઘણો લાભ આપશે. આ લોકોને મોટો નાણાકીય લાભ થઈ શકે છે. અચાનક તમને ક્યાંકથી પૈસા મળશે જે તમને આર્થિક મજબૂતી આપશે. મીડિયા, ગ્લેમર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. 


વૃશ્ચિક - શુક્રનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકોને અનેક બાબતોમાં લાભ આપશે. તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા-સ્પર્ધામાં સફળતા મળશે. જીવન સાથી સાથે સંબંધ વધુ સારા રહેશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો.


મીન - શુક્રનું સંક્રમણ મીન રાશિના લોકોને પણ લાભ આપશે. જીવનમાં પ્રેમ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આવકમાં વધારો થશે. નવું પદ, નવી જવાબદારી મળી શકે છે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે.


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો
Virat Kohli એ શતકથી બનાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ
Shani Jayanti 2023: આજે શનિ દેવના પ્રિય અડદના કરી લો આ ઉપાય, દુર્ભાગ્યથી મળશે મુક્તિ

સિદ્ધારમૈયા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, 20 મેએ CM પદ માટે લેશે શપથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube