Shani Shukra Yuti: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ડિસેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. ડિસેમ્બર મહિનાના અંતે એટલે કે 28 ડિસેમ્બરે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિદેવ ગોચર કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિ બંને મહત્વપૂર્ણ ગ્રહ છે. શનિ ન્યાયના દેવતા છે અને શુક્ર સુખ અને વૈભવ આપે છે. આ બંને ગ્રહો કુંભ રાશિમાં આવશે તેના કારણે દુર્લભ સંયોગ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્ય


જ્યોતિષ ગણના અનુસાર શનિ કર્મ ફળના સ્વામી અને ન્યાયના દેવતા છે. જ્યારે શુક્ર સુખ, સુવિધા અને ભોગવિલાસ આપે છે. જ્યારે કુંભ રાશિમાં શનિ અને શુક્ર એકસાથે હશે તો તે એક મહત્વપૂર્ણ ઘટના બનશે. શનિ અને શુક્રની યુતિ બાર રાશિના લોકો પર પ્રભાવ પડશે. પરંતુ ત્રણ રાશિના લોકોનું જીવન સકારાત્મક રીતે બદલશે. ત્રણ રાશીના લોકોને આ સમય દરમિયાન આર્થિક લાભ, કારકિર્દીમાં ઉન્નતી, વૈવાહિક જીવનમાં સુખ સહિતના લાભ થશે. 


શનિ શુક્રની યુતિની રાશિઓ પર અસર 


આ પણ વાંચો: Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્યએ કર્યું નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓને મળશે લાભ


વૃષભ રાશિ 


શુક્ર અને શનિ સાથે મળીને વૃષભ રાશિના લોકોને વધારે ધૈર્યવાન બનાવશે. આ રાશિના લોકો લક્ષ્યને પ્રાપ્ત કરવા મહેનત કરવા તૈયાર હશે. વેપારીઓને આ મહિને નવી તકો મળશે. આવકમાં વૃદ્ધિ થશે. કરિયરમાં પ્રગતિ થશે. નવી નોકરી મળી શકે છે. અચાનક ધન લાભના યોગ છે. કોર્ટ સંબંધિત મામલામાં સફળતા મળશે. સંપત્તિ સંબંધિત મામલામાં સફળતા મળશે. 


આ પણ વાંચો:10 નવેમ્બરે કેતુ બદલશે ચાલ, 3 રાશિઓ પર મહાસંકટ, આર્થિક તંગીથી થઈ જશે પરેશાન


કન્યા રાશિ 


કન્યા રાશિના લોકો વધારે વ્યવસ્થિત બનશે. કામને પૂરા કરવા માટે સક્ષમ બનશે. નોકરીમાં સ્થિરતા આવશે. પગાર વધારો થઈ શકે છે. વેપારીઓને લાભ થશે. આ રાશિના લોકોને રોકાણથી સારું વળતર મળવાની પ્રબળ સંભાવના. કાયદાકીય બાબતોમાં સમાધાન આવી જશે. 


આ પણ વાંચો:આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળ


મકર રાશિ 


આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને નિર્ણાયક ક્ષમતા વધશે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર થશે. વેપારીઓને રોકાણથી લાભ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકો ઊંચા પદ સુધી પહોંચશે. ઉદ્યોગપતિ પોતાના ઉદ્યોગને વિસ્તારમાં સફળ થશે. અચાનક ધન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)