નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ અનુસાર ભૌતિક સુખ અને ઐશ્વર્યના દાતા શુક્ર ગ્રહ જુલાઈમાં 2 વખત ગોચર કરવાના છે. જેમાં સૌથી પહેલા શુક્ર ગ્રહ 7 જુલાઈએ ચંદ્ર દેવની સ્વરાશિ કર્કમાં પ્રવેશ કરશે. તો 31 જુલાઈએ સૂર્ય દેવની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહનું બે વખત રાશિ પરિવર્તન ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
તમારા લોકો માટે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ તો 12માં ભાવમાં સંચરણ કરશે. તેવામાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સાથે તમે બચત કરવામાં સફળ થશો. તમે જે પણ કામ કરશો તેમાં પરિવારનો સાથ મળશે. તો નોકરી કરનાર જાતકોને આર્થિક લાભ થશે. 


મેષ રાશિ
શુક્રનું ગોચર તમારા માટે ફળયાદી રહેશે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ચોથા અને પંચમ ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. જે લોકો પ્રોપર્ટી, જમીન-મકાન અને રિયલ એસ્ટેટના વેપાર સાથે જોડાયેલા છે, તેને આ દરમિયાન સારો ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારા માન-સન્માનમાં વધારો થશે. 


આ પણ વાંચોઃ 14 જૂને ગ્રહનું 'મહાગોચર', આ 3 જાતકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, ધનલાભ પણ થશે


તુલા રાશિ
તમારા માટે શુક્રનું રાશિ પરિવર્તન વિશેષ લાભયાદી રહેવાનું છે. કારણ કે શુક્ર તમારિ રાશિના દશમ અને આવક ભાવમાં ગોચર કરવાના છે. તેથી આ સમયે તમને કામ-ધંધામાં સફળતા મળશે. આ દરમિયાન તમે ધન-સંપત્તિ મેળવી શકો છો. જે લોકો નોકરી કરે છે તેને આ દરમિયાન મહેનતનું ફળ મળશે. સાથે બેરોજગાર લોકોને નોકરી મળશે. વેપારીઓને સારો ધનલાભ થશે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.