Shukra Uday 2023: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. કારણ કે શુક્ર ગ્રહ જ વ્યક્તિને ધન વિલાસતા સુખ અને પ્રેમ આપે છે. કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો જાતક આ વસ્તુઓના અભાવમાં અને સંઘર્ષમાં જીવન જીવે છે. આવી જ રીતે શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરે છે અથવા તો અસ્ત થાય છે કે શુક્રનો ઉદય થાય ત્યારે પણ વ્યક્તિના જીવનમાં ફેરફાર જોવા મળે છે. શુક્રના ગોચરની અસર 12 રાશિના જાતકો પર વ્યાપક રીતે જોવા મળે છે. આ ક્રમમાં હવે 19 ઓગસ્ટ 2023 ના રોજ શુક્ર ઉદય થશે. શુક્રના ઉદય થવાથી કેટલીક રાશીના લોકોનો ભાગ્યોદય થશે. આ રાશિના લોકોના જીવનમાં સુખ સુવિધા અને પ્રેમ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગ્રહ આકર્ષણ ઐશ્વર્ય સુખ સૌભાગ્ય ધન અને પ્રેમ દેનાર ગ્રહ છે. કર્ક રાશિમાં શુક્રનો ઉદય કેટલીક રાશીના લોકોને શુભ ફળ આપશે. તો ચાલો તમને જણાવીએ એ કઈ રાશિઓ છે જેને શુક્રના ઉદય થી શુભ ફળ મળવાનું છે.


શુક્રના ઉદયથી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો:


સિંહ રાશિમાં સર્જાશે બુધ-શુક્રની યુતિ, 3 રાશિના લોકોને ચારે તરફથી મળશે પૈસો જ પૈસો


ઘરમાં રાખશો મની બાઉલ તો ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન, તિજોરી નહીં થાય ક્યારેય ખાલી


Palmistry: શું તમને અચાનક મળશે પૈસા અને જમીન-મિલકત ? આ રીતે ચેક તકો તમારી હથેળીમાં


મિથુન રાશિ


શુક્રનો ઉદય મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમને આર્થિક લાભ મળશે અને મહેનતનું પૂરું ફળ મળશે. અટકેલા કામ પુરા થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં ધનનું આગમન વધશે.


તુલા રાશિ


શુક્રનું ઉદય થવું તુલા રાશિના લોકો માટે પણ સકારાત્મક સાબિત થશે. તુલા રાશિ નો સ્વામી ગ્રહ શુક્ર છે તેથી આ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો કરિયરમાં થશે. કારકિર્દીમાં તેમને મન ઇચ્છિત ફળ મળશે. વેપારમાં મોટો લાભ થઈ શકે છે.


ધન રાશિ


ધન રાશિના જાતકો માટે પણ શુક્રનો ઉદય ફળદાયી સાબિત થશે. તેમની આવકમાં વધારો થશે અને આર્થિક સમસ્યા દૂર થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને મહેનતનું સારું ફળ મળશે. વાણી પર સંયમ રાખવો અને વિનમ્રતા રાખવાથી વધારે ફાયદો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)