Shukra Gochar 2024: 24 દિવસમાં શુક્ર 3 વખત નક્ષત્ર બદલશે, મેષ સહિત 3 રાશિને થશે મહાલાભ, ભાગ્ય પલટી મારશે
Shukra Nakshatra Parivartan: નવેમ્બર મહિનાના છેલ્લા દિવસો અને ડિસેમ્બર મહિનાની શરૂઆત જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ છે. કારણ કે આ સમય દરમિયાન કેટલાક મહત્વના ગ્રહ રાશિ અને નક્ષત્ર બદલશે. તેમાં પણ શુક્ર ત્રણ વખત નક્ષત્ર બદલશે. તો ચાલો જાણીએ આ સમય કઈ રાશિ માટે શુભ છે.
Shukra Nakshatra Parivartan: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શુક્ર દર 11 દિવસે નક્ષત્ર પરિવર્તન કરે છે. શુક્ર ગ્રહ ધન, વૈભવ, ભૌતિક સુખ, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા અને લક્ઝરીના દાતા છે. શુક્ર જ્યારે ગોચર કરે છે તો તેનો શુભ અને અશુભ પ્રભાવ 12 રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના 24 દિવસ દરમિયાન શુક્ર ત્રણ વખત નક્ષત્ર બદલશે.
આ પણ વાંચો: ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરી
પંચાંગ અનુસાર 29 નવેમ્બરે બપોરે ત્રણ કલાક અને 37 મિનિટે શુક્ર ઉત્તરષાઢા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યાર પછી 11 ડિસેમ્બરે સવારે ત્રણ કલાક અને 27 મિનિટે શુક્ર શ્રવણ નક્ષત્રમાં અને ત્યાર પછી 22 ડિસેમ્બરે ઘનિષ્ઠતા નક્ષત્રમાં ગોચર કરશે. 24 દિવસ દરમિયાન આ રીતે શુક્ર નક્ષત્ર બદલશે. જેના કારણે ત્રણ રાશિના લોકોને આ સમય દરમિયાન મહાલાભ થવાની સંભાવના છે.
શુક્રના ગોચરનો રાશિઓ પર પ્રભાવ
આ પણ વાંચો: Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
મેષ રાશિ
આવનારા 24 દિવસ મેષ રાશિના લોકો માટે આત્મવિશ્વાસથી ભરપૂર હશે. ભાગ્યનો સાથ મળશે. નોકરી કરતા લોકોને લક્ષ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. અચાનક ધન લાભ થવાની સંભાવના. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓનો નફો વધશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
આ પણ વાંચો: શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
સિંહ રાશિ
નોકરી કરતા લોકોને સહકર્મીઓ તરફથી સપોર્ટ મળશે. પ્રમોશન મળવાની પણ સંભાવના. ભાઈ બહેન સાથે વિવાદ હતો તો તેનો અંત આવશે. મતભેદ દૂર થશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક શાંતિ મળશે. અચાનક ધનલાભ થવાના યોગ. અટકેલા પૈસા વેપારીઓને પરત મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સંબંધ મજબૂત થશે.
આ પણ વાંચો: Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળ
કુંભ રાશિ
આવનારા 24 દિવસમાં કુંભ રાશી ના લોકો બે હાથે પૈસા ભેગા કરશે. મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. લવ લાઇફમાં ખુશીઓ આવશે. કાર્યક્ષેત્રમાં ઊંચું પદ મળશે. કરજ હશે તો તે ચૂકવવામાં સફળતા મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે. અવિવાહિક લોકો માટે શુભ સમય. બીમારીથી છુટકારો મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)