Shukrawar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સંબંધિત છે. સપ્તાહના વાર અનુસાર જો પૂજા પાઠ અને કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી શુભ ફળ ઝડપથી પ્રાપ્ત થાય છે. આ રીતે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આવેલી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે. આજે તમને આર્થિક સમસ્યાથી મુક્તિ અપાવે તેવા કેટલાક ચમત્કારિક અપાય વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી ભાગ્યનો સાથ મળે છે અને ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Lizard: ઘરમાં એકસાથે 3 ગરોળી દેખાવી તે હોય છે અંબાણી જેવા ધનકુબેર બનવાનો સંકેત


Lizard: હાથ પર અચાનક ગરોળી પડે તો થાય છે લાભ, જાણો અંગ પર ગરોળી પડવાના સંકેતો વિશે


Budh Gochar 2023: બુધના ગોચરથી સર્જાયો ગજકેસરી રાજયોગ, આ 6 રાશિના લોકોને થશે લાભ


- શુક્રવારે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવું જોઈએ. સાથે જ શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી શુક્ર મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ સાથે જ શુક્રવારે ગાય અને કીડીને લોટ પણ ખવડાવવો જોઈએ. 


- શુક્રવારના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને ઘરની સાફ-સફાઈ કરવી. ઘરમાં સ્વચ્છતા જાળવવાથી અને પછી લક્ષ્મીજીની પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. 


- શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. જેના ઉપર લક્ષ્મીનારાયણના આશીર્વાદ હોય છે તેના જીવનમાં ધનની ક્યારેય ખામી રહેતી નથી. શુક્રવારના દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. 


- શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરી વ્રત કરવાનો સંકલ્પ લેવો. જો કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો ઓમ શં શુક્રાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)