Shukrawar Ke Upay: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનના દેવી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. માન્યતા છે કે જે લોકો પર માતા લક્ષ્મી મહેરબાન હોય છે તેના જીવનમાં કોઈપણ વસ્તુની ખામી રહેતી નથી તે વ્યક્તિને જીવનના બધા જ સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે. જે લોકોને ઝડપથી અમીર બનવું હોય તેમણે શુક્રવારે કેટલાક કામ કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Shivling At Home: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકાય કે નહીં ? જાણો આ પ્રશ્નનો સાચો જવાબ


સંધ્યા સમયે પૂજા


જ્યોતિષશાસ્ત્રમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવાય છે માન્યતા છે કે જે લોકો પર માતા લક્ષ્મીની કૃપા હોય તેના જીવનમાં પૈસાની તંગી રહેતી નથી અને ઘરમાં પણ સુખ શાંતિ રહે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહને પણ સમર્પિત છે. શુક્ર ગ્રહને ધન અને પ્રેમનો કારક ગ્રહ કહેવાય છે. આ દિવસે કેટલા ઉપાય કરી લેવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાથે જ શુક્ર ગ્રહ પણ મજબૂત થાય છે. શુક્રવારે સંધ્યા સમયે કરેલા આ ઉપાય ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.


આ પણ વાંચો: માર્ચ મહિનામાં કઈ રાશિને થશે લાભ અને કોના માટે દિવસો ભારે જાણવા વાંચો માસિક રાશિફળ


કમળનું ફુલ


માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના વસ્ત્ર પહેરી માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો. માન્યતા છે કે જે ઘરમાં આ રીતે માતા લક્ષ્મીની પૂજા દર શુક્રવારે થાય છે ત્યાં માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે. 


સ્વચ્છતા


જે ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં પણ માતા લક્ષ્મીનો વાસ થાય છે. શુક્રવારનો દિવસ ખૂબ જ ખાસ હોય છે તેથી આ દિવસે ઘરના મુખ્ય દરવાજાને એકદમ સ્વચ્છ રાખો સાથે જ ત્યાં આ ગંગાજળ છાંટો. શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર શુભ-લાભ અને સ્વસ્તિક બનાવવું જોઈએ. 


આ પણ વાંચો: 12 વર્ષ પછી બનશે Gajlaxmi Rajyog, સિંહ, તુલા સહિત આ 5 રાશિઓને મળશે અપાર સફળતા


સંધ્યા સમયે દીવો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજનો સમય ખૂબ જ મહત્વનો હોય છે શુક્રવારે સાંજે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. સંધ્યા સમયે ઘરના મંદિરમાં દીવો કર્યા પછી ઘરના દરેક રૂમમાં લાઈટ રાખવી ઘરમાં ક્યાંય પણ અંધારું રાખવું નહીં. આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે.


આ પણ વાંચો: Mahashivratri 2024 પર સર્જાશે 3 શક્તિશાળી યોગ, 4 રાશિના લોકો માટે મહાશિવરાત્રી શુભ


ગોળ અને રોટલી


શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે સવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી લાભ થાય છે. જો આ કામ તમે નિયમિત પણ કરો છો તો માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને જીવનમાં ધન વધે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)