Signs Of Death In Garuda Purana: હિન્દુ ધર્મના તમામ 18 પુરાણોમાં ગરુડ પુરાણનું મહત્વ સૌથી વધુ માનવામાં આવે છે. આ વિષ્ણુ પુરાણનો જ એક ભાગ છે જેના ભગવાન વિષ્ણુ દેવ જ માનવામાં આવે છે. તેને મૃત્યુ બાદ જ વાંચવું યોગ્ય મનાય છે. આ પુરાણમાં મોત બાદની કહાનીઓ અને રહસ્યોની જાણકારી આપવામાં આવી છે. તે જણાવે છે કે મોત બાદ આત્મા સાથે શું થાય છે. પાપોની સજા કેવી રીતે નક્કી થાય છે. આ પુરાણમાં પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, નીતિ, નિયમ, ધર્મ અને અધર્મની વાતો સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરુણ પુરાણ મુજબ લોકો જે કર્મ કરે છે તેના ખરાબ કે સારા ફળ તેમણે આ જીવનમાં ભોગવવા પડે છે જ્યારે કેટલાક ફળ મૃત્યુ બાદ પણ ભોગવવા પડે છે. આ પુરાણમાં મોત સંલગ્ન કેટલાક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે કે જે મોતના સંકેત આપે છે. ગરુડ પુરાણ મુજબ મૃત્યુ જ્યારે નજીક હોય છે ત્યારે મરનાર વ્યક્તિને સંકેત મળવા લાગે છે. આવો જાણીએ આ સંકેતો વિશે...


- ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મોજ નજીક હોય ત્યારે તેને પોતાનું નાક દેખાતું બંધ થઈ જાય છે. તે ગમે તેટલી કોશિશ કરે પરંતુ તેને પોતાનું નાક દેખાતું નથી. 


- ગરુડ પુરાણ મુજબ મોત નજીક હોય ત્યારે વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. એટલે કે તેને પાણી કે તેલમાં પોતાનો પડછાયો દેખાતો નથી. 


- મોત પહેલા વ્યક્તિને સપનામાં અજીબ ચીજ વસ્તુઓ દેખાય છે. તેને ઓલવાયેલો દીવો દેખાય છે, કેટલાક લોકોને તો પોતાના હાથની રેખાઓ બિલકુલ દેખાતી નથી. 


- મોત પહેલા વ્યક્તિને એક અલગ જ પ્રકારનો અહેસાસ થવા લાગે છે. તેને જાણે એવું લાગે છે કે તેની આસપાસ કેટલીક આત્માઓ મંડરાઈ રહી છે. ગરુડ પુરાણ મુજબ આ તેના પૂર્વજોની આત્માઓ હોય છે. તેમને એ વાતની ખુશી થાય છે કે તેમનું કોઈ પોતાનું હવે તેમની પાસે આવવાનું છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube