જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની સ્થિતિમાં પરિવર્તન કરે છે ત્યારે તેનો શુભ અને અશુભ પ્રભાવ કોઈ પણ જાતકના જીવન પર જોવા મળે છે. એમા પણ શનિનો પ્રભાવ તો વ્યક્તિના જીવન પર સારી ખોટી ભારે પ્રભાવથી અસર કરે છે. જ્યારે કોઈ પણ ગ્રહ ગોચર થાય છે ત્યારે તેના સંકત મળતા હોય છે. બરાબર એ જ રીતે શનિ દેવ પણ જ્યારે કુંડળીમાં પોતાનું સ્થાન બદલે છે ત્યારે અનેક રીતે સંકેત આપે છે. આ સંકેતોને સમયસર ઓળખીને તેના પ્રભાવને ઓછા કરી શકાય છે. જાણો શનિનું ગોચર થાય ત્યારે શું સંકેત મળે છે. તથા તેનાથી બચવા માટે શું કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંડળીમાં પ્રવેશ બાદ શનિ દેવ આપે છે આ પ્રકારે સંકેત


જ્યારે કોઈ પણ જાતકની કુંડળીમાં શનિના અશુભ પરિણામની શરૂઆત થાય છે ત્યારે વ્યક્તિ શારીરિક અને આર્થિક સમસ્યાઓમાંથી પસાર થવા લાગે છે. 


- જે વ્યક્તિને કુંડળીમાં શનિદોષ હોય તે વ્યક્તિના જીવનમાં બોજો વધવા લાગે છે. ઈચ્છા ન હોવા છતાં પણ વ્યક્તિએ તે કામ કરવા જોઈએ. 


- વ્યક્તિની કુંડળીમાં શનિના અશુભ પ્રભાવ શરૂ થતા જ કોઈને કોઈ ખોટા કેસમાં ફસાવવાનો વારો આવી શકે છે. જેના કારણે વ્યક્તિના માન સન્માનમાં ઘટાડો થવા લાગે છે. 


- વ્યક્તિને ગુસ્સો આવવા લાગે છે. ધર્મ સંલગ્ન કામોથી અંતર જાળવવા માંડે છે. ખરાબ આદતોમાં ફસાઈ શકે છે. 


- શનિના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિએ નોકરીમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. ક્યારેક તો નોકરી પણ ગુમાવવાનો વારો આવે છે. 


- પશુના હુમલાનું જોખમ વધી જાય છે. વ્યક્તિ ઘાયલ થઈ શકે છે. કોઈ પણ પ્રાણી હોઈ શકે છે પછી તે શ્વાન પણ હોઈ શકે. 


શનિ દેવના અશુભ પ્રભાવોને ઘટાડી શકે છે આ ઉપાય


- કુંડળીમાં રહેલા શનિ દોષને ઘટાડવા માટે શનિવારે સાંજે શનિદેવને સરસવનું તેલ ચડાવો તથા તેનો દીવો કરો. 


- શનિવારે લોઢાની વસ્તુ, કાળા વસ્ત્રો, અડદ, સરસવનું તેલ, જૂતા-ચપ્પલો વગેરેનું દાન કરવું જોઈએ કારણ કે આ વસ્તુનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. 


- માછલીઓને લોટ ખવડાવવો જોઈએ તેનાથી શનિદેવનો પ્રકોપ ઘટે છે. 


- શનિવારે સવારે સ્નાન કર્યા બાદ પીપળાના ઝાડને પાણી ચડાવો. સાંજે તલ કે પછી સરસવના તેલનો દીવો કરો. દીવામાં થોડા કાળા તલ નાખી શકાય. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)