Crorepati Signs: જો તમને પૂછવામાં આવે કે આ દુનિયામાં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે. તો તમે જવાબ આપશો પૈસા. તમારો ઉત્તર સાચો પણ છે. કારણ કે આ કલયુગ છે. આ યુગમાં રહેવા માટે તમારી પાસે પૈસા પણ જરૂરી છે. પૈસા સૌથી વધુ જરૂરી નથી પરંતુ જરૂરિયાતની ચીજોની પૂર્તિ માટે તો જરૂરી છે. પૈસા કમાવવા કે પૈસો મેળવવો એ કોઈ ખરાબ વાત નથી. જો તમારી દાનત સાચી હોય તો પૈસાનો યોગ્ય ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધરતી પર રહેલી ભૌતિક ચીજોને પૈસાથી જ મેળવી શકાય છે. પૈસા માટે વ્યક્તિ દિવસ રાત એક ક રીને મહેનત કરે છે. પરંતુ તમામ લોકોને એક સમાન પૈસો મળતો નથી. તેનું કારણ છે તેમનું ભાગ્ય. જેના ભાગ્યમાં જેટલો પૈસો હોય તેને એટલો જ મળે છે. શાસ્ત્રોમં અનેક પ્રકારના એવા સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે જે ધન પ્રાપ્તિ પહેલા દરેક વ્યક્તિને મળે છે. આજે અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવીશું જે તમને જણાવશે કે ક્યારે તમારા ઘરમાં માતા લક્ષ્મી આવશે. 


આ છે મોટા સંકેત...


- ગરોળીનું દેખાવવું એ એક સારો સંકેત મનાય છે. જો તે તુલસીના છોડની આજુબાજુ ફરતી રહે તો સમજી જવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે. 


- જો તમને સપનામાં ઘુવડ, ઝાડૂ, હાથી અને ગુલાબનું ફૂલ દેખાય તો આ કોઈ સામાન્ય સપનું નથી. આ માતા લક્ષ્મીના આવવાનો સંકેત હોય છે. 


- ચકલી ઘરમાં માળો બનાવે- અનેક લોકો એવા હોય છે જે ચકલીને પોતાના ઘરમાં માળો બનાવતા જુએ તો ઉડાડી દે છે. આમ કરવું જોઈએ નહીં. મનુષ્યને છોડીને ધરતી પર રહેતા મોટાભાગના જીવ અબોલ હોય છે. તેમને ક્યારેય પરેશાન કરવા જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં ચકલી માળો બનાવે તો તે ખુબ શુભ હોય છે. માતા લક્ષ્મીના આગમન પહેલા આ એક સંકેત હોય છે. 


ઝાડૂ લગાવતા જોવા- દરેક ઘરમાં ઝાડૂનો ઉપયોગ થાય છે. જ્યોતિષ  શાસ્ત્રમાં ઝાડૂને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઝાડૂને ક્યારેય પગ ન મારવું જોઈએ. શાસ્ત્રો મુજબ જો તમારા ઘરની આજુબાજુ કોઈ ઝાડૂ લગાવતા જુઓ તે તે શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારા ઘરમાં જલદી માતા લક્ષ્મીનું આગમન થશે. 


- પૈસા મળવા- જો તમને રસ્તામાંથી ક્યાંકથી પૈસ્ મળી આવે તો તે માતા લક્ષ્મી મહેરબાન થવાનો સંકેત છે. આ પૈસાને મંદિરમાં ચડાવી દેવા જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)