Astro Tips: કરજ એક એવી સમસ્યા છે જેનો સામનો દરેક વ્યક્તિને તેના જીવનમાં ક્યારેક તો કરવો જ પડે છે. ઘણા લોકો કરજમાંથી સરળતાથી મુક્ત થઈ જાય છે તો કેટલાક લોકો માટે આ ચક્ર મુસીબત બની જાય છે. કોઈપણ વ્યક્તિ ત્યારે જ કરજ કરે છે જ્યારે તે આર્થિક સંકટમાં ફસાયો હોય અને તેની આવકના સ્ત્રોત પણ બંધ થઈ ગયા હોય. કરજ લીધા પછી તેને ચુકવવા માટે વ્યક્તિ મહેનત કરે છે. પરંતુ ઘણીવાર ભાગ્ય સાથ આપતું નથી અને કરજના ચક્રવ્યુહમાંથી વ્યક્તિ બહાર નીકળી શકતા નથી. આવી સ્થિતિ હોય ત્યારે કેટલાક ઉપાયો તમને મદદ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રમાં કરજ મુક્તિ માટે કેટલાક સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.  આ ઉપાયોમાંથી કોઈપણ એક પર પણ જો તમે અમલ કરો છો તો તમને તેનાથી ચોક્કસપણે લાભ થશે.


આ પણ વાંચો:


આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ


Surya Grahan: સૂર્યગ્રહણ દરમિયાન કરો આ 5 કામ, ચમકશે ભાગ્ય, કારર્કિદીમાં મળશે સફળતા


4 ઓગસ્ટે શુક્ર થશે અસ્ત અને ખુલી જશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, મળશે ધન અને પદ


મહામૃત્યુંજય મંત્રનો જાપ


દિવસની શરુઆતમાં 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી કરજમાંથી મુક્તિ મળી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે.


ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પૂજા


ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને તેમના આશીર્વાદ લેવાથી ઋણમાંથી મુક્તિ મળે છે. આ માટે ભગવાન ગણેશની પૂજા કરો અને આરતી કરી લાડુનો ભોગ ચઢાવો.


નવગ્રહ શાંતિ પૂજા 


ઋણમાંથી મુક્તિ મેળવવા માટે નવગ્રહની શાંતિ પૂજા લાભકારી સાબિત થઈ શકે છે. નવગ્રહોના દોષોને દૂર કરીને આર્થિક સમસ્યાઓ દૂર કરી શકાય છે.


આ પણ વાંચો:


Zodiac Signs: આ રાશિના લોકો હોય છે એક નંબરના ખોટા બોલા, સરળતાથી બનાવે લોકોને ઉલ્લૂ


ઓગસ્ટમાં મંગળ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિને થશે બંપર લાભ, ધનથી ભરાઈ જશે તિજોરી


Surya Shukra Yuti: રાજભંગ યોગથી ચમકી જશે 3 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-શુક્ર કરાવશે ધન લાભ


ધાર્મિક કાર્ય અને દાન


કરજમાંથી મુક્તિ મેળવવા માટે ધાર્મિક કાર્યોમાં સહભાગી થવું અને જરૂરીયાતમંદ વ્યક્તિને અન્નદાન, વસ્ત્રનું દાન કરવું.


સમયસર ઉધારી ચુકવો


કરજથી મુક્તિ મેળવવા માટે એ પણ જરૂરી છે કે તમે ઉધાર લીધેલી રકમને સમયસર ચુકવો. તેનાથી આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)