Vastu Tips: લોકો પોતાના જીવનમાં અથાગ મહેનત કરે છે પરંતુ સફળતા પ્રાપ્ત થતી નથી. આવી રીતે ઘણા લોકો સાથે એવું થાય છે કે પૈસા તો તેઓ અઢળક કમાય છે પરંતુ કમાયેલું ધન તેમની પાસે ટકતું નથી. આ સિવાય ઘણા લોકોના ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડા થતા રહે છે. જીવનમાં આવતી આવી સમસ્યાઓનું મુખ્ય કારણ વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક નિયમો દર્શાવવામાં આવ્યા છે પરંતુ આજે તમને વાસ્તુ શાસ્ત્રના કેટલાક મહત્વના નિયમ વિશે જણાવીએ. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘરમાં હંમેશા વાસ્તુના નિયમ અનુસાર જ રાખવી જોઈએ અન્યથા તે સમસ્યાનું કારણ બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઘરમાં હોય લડ્ડુ ગોપાલ તો તેની પૂજા કરતી વખતે ન કરો આ ભુલ, આ વાતનું ખાસ રાખવું ધ્યાન


ફાટેલા અને જુના કપડા


ફાટેલા અને જુના કપડાં દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. તેથી હંમેશા ફાટેલા કપડાં પહેરવાનું ટાળવું અને સમય સમય પર વધારાના કપડાનો ઘરમાંથી નિકાલ પણ કરી દેવો. હંમેશા સાફ અને સ્વચ્છ કપડાં જ પહેરવા જોઈએ તેનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ધોયેલા સાફ કપડાની હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવા જોઈએ અને જે કપડા ધોવાના હોય તેને દક્ષિણ કે પશ્ચિમ ખૂણામાં રાખવા જોઈએ. 


ફ્રીજને રાખો વાસ્તુ અનુસાર


ફ્રીજ એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે દરેક ઘરની આવશ્યકતા છે. ઘરમાં ફ્રીજને ઉત્તર પૂર્વ દિશામાં રાખવું યોગ્ય નથી. ફ્રિજને હંમેશા રસોડાની ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું યોગ્ય રહે છે. 


ડાઇનિંગ ટેબલ


ઘરમાં ક્યારેય પણ ડાઇનિંગ ટેબલ વૃત્તાકાર, અંડાકાર રાખવું નહીં. આ સિવાય ટેબલને હંમેશા વ્યવસ્થિત રાખવું જોઈએ ટેબલ ઉપર ક્યારેય અનાવશક વસ્તુઓ રાખવી નહીં. ડાઇનિંગ ટેબલ પર અનાવશ્યક વસ્તુઓ રાખવાથી ઘરમાં વિવાદ વધે છે.


આ પણ વાંચો: મની પ્લાન્ટ સાથે આ છોડ રાખશો તો થઈ જશો પાયમાલ, મની પ્લાન્ટ રાખવાનો જાણી લો નિયમ


ઘરનો કલર


જીવનમાં રંગોનું વિશેષ મહત્વ હોય છે રંગ શુદ્ધતા અને તીવ્રતા આપે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય ક્યાંય પણ કાળો કલર કરવો જોઈએ નહીં. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક છે જો ઘરની દિવાલ કે કોઈ પણ જગ્યાએ કાળો રંગ કરાવવામાં આવે તો ત્યાં રહેતા લોકો વારંવાર બીમાર પડે છે.


ઘરમાં અરીસો


ઘરમાં તમે કોઈપણ જગ્યાએ અરીસો લગાડી શકો છો પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે તમારા ઘરના મુખ્ય દરવાજાનો પડછાયો એક પણ અરીસામાં દેખાવો જોઈએ નહીં.


આ પણ વાંચો: Vastu Upay: લાખ પ્રયત્ન કરો પણ ઘરમાં ન ટકતો હોય રૂપિયો તો એકવાર ટ્રાય કરો આ ઉપાય


ઉગતા સુરજની તસ્વીર


જો તમે જીવનમાં પ્રગતિ, ઉન્નતિના રસ્તા ખોલવા માંગો છો તો પૂર્વ દિશાની દીવાલ ઉપર ઉગતા સૂર્યની તસવીર લગાડો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)