Sindoor Upay: હિન્દુ ધર્મમાં મહિલાઓના સોળ શ્રૃંગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 16 શૃંગારમાંથી સિંદૂર પણ એક છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ સિંદૂર લગાડવું જ જોઈએ. સનાતન ધર્મમાં કોઈ લગ્ન ત્યારે જ સંપૂર્ણ થાય છે જ્યારે વર કન્યાના સેંથામાં સિંદૂર લગાડે છે. સિંદૂરનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ દિશામાં હોય છે માં લક્ષ્મી અને શિવજીનો વાસ, અહીં આ વસ્તુ રાખવાથી દુર થશે ધનની તંગી


તાજેતરના એક કેસમાં કોર્ટે પણ માન્યું છે કે લગ્ન પછી સિંદૂર લગાવવું પત્નીનું ધાર્મિક દાયિત્વ છે. આ કેસમાં કોર્ટે નિર્ણય સંભળાવતા એવું પણ કહ્યું કે સિંદૂર સૌભાગ્યવતી સ્ત્રીની નિશાની છે જો કોઈ સ્ત્રી લગ્ન પછી સિંદૂર ન લગાડે તો તે ક્રૂરતા સમાન છે. 


સિંદૂર લગાડવાનું આધ્યાત્મિક મહત્વ


આ પણ વાંચો: શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ ઉપાય, સામેથી ચાલીને ઘરમાં આવશે માતા લક્ષ્મી


રામાયણ કાળથી સિંદૂરનું મહત્વ રહ્યું છે. એક પ્રસંગ અનુસાર માતા સીતા શૃંગાર દરમિયાન સિંદૂરનો ઉપયોગ કરતા હતા. તેને જોઈને હનુમાનજીએ તેમને પૂછ્યું કે તેઓ સિંદૂર શા માટે લગાડે છે? ત્યારે તેમણે કહ્યું કે સિંદૂર લગાડવાથી પતિની આયુ લાંબી થાય છે. ત્યાર પછી હનુમાનજીએ શ્રીરામને પ્રસન્ન કરવા અને તેમના આયુષ્ટ માટે આખા શરીર પર સિંદૂરનો લેપ કર્યો. ત્યારથી હનુમાનજીને પણ સિંદૂર ચઢાવવાની પ્રથા શરુ થઈ..


સિંદૂર લગાડતા પહેલા કરો આ કામ


આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં સૂર્ય, શુક્રનું થશે મિલન, ધન સહિત 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે પ્રગતિ


ધાર્મિક માન્યતા અનુસાર માતા પાર્વતી ભગવાન શિવ માટે સિંદૂર લગાડતા હતા.. તેથી માતા પાર્વતીને પણ સિંદૂર અર્પણ કરવામાં આવે છે. માન્યતા છે કે સિંદૂર લગાડતા પહેલા માતા ગૌરીને અર્પણ કરવું જોઈએ. માતા ગૌરીને ચડાવેલું સિંદુર લગાડવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે. 


સિંદૂર લગાડવાની સાચી રીત


આ પણ વાંચો: આ રાશિ પર હંમેશા રહે છે સૂર્યદેવની કૃપા, સમાજમાં માન-સન્માન સાથે કમાય છે અઢળક ધન


ધાર્મિક માન્યતા અનુસાર જે સ્ત્રી સેથામાં લાંબું સિંદૂર પૂરે છે તેના પતિને એટલું જ માન-સન્માન અને સૌભાગ્ય મળે છે. સિંદૂર હંમેશા નાકની સિધમાં લગાડવું જોઈએ.. જો સિંદૂર સીધું લગાડેલું ન હોય તો પતિનું ભાગ્ય બગડે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)