Sindoor Ke Totke: હિન્દુ ધર્મમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે ખાસ કરીને જે મહિલાના લગ્ન થઈ ગયા હોય તેમના માટે સિંદૂર તેમના સૌભાગ્યની નિશાનીઓમાંથી એક હોય છે. પૂજા પાઠમાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સિંદૂરના કેટલાક ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી ધનની તંગી સહિતની સમસ્યાઓ દૂર કરી શકો છો ? સાથે જ કેટલાક ઉપાયો એવા પણ છે જેને કરવાથી દાંપત્ય જીવન મધુર બને છે. આજે તમને સિંધુરના આવા જ કેટલાક અચૂક ઉપાયો વિશે જણાવીએ જે તમારા જીવનની દરેક સમસ્યાને દૂર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ધનતેરસથી દિવાળી સુધી ગ્રહોના દુર્લભ સંયોગ, આ લોકો પર લક્ષ્મીજી અને કુબેરની કૃપા


મંગળવાર અને શનિવારનો ઉપાય


હનુમાનજીને સિંદૂર અતિપ્રિય છે જો તમે તમારા જીવનમાંથી સંકટને દૂર કરવા માંગો છો તો પાંચ મંગળવાર અને પાંચ શનિવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો સાથે જ તેમને ગોળ અને ચણા ધરાવવા અને પ્રસાદમાં વહેંચો. આમ કરવાથી જીવનમાં આવેલા દરેક સંકટ દૂર થાય છે.


પૈસાની તંગી દૂર કરવાનો ઉપાય


જો જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે આ ઉપાય કરી શકો છો તેના માટે પીપળાના એક પાનમાં લાલ સિંદૂરથી ઓમ લખો અને તેને તિજોરીમાં રાખી દો. પાંચ શનિવાર સુધી આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.


આ પણ વાંચો:  આ 4 રાશિના લોકો રુપિયા ગણવા માટે રહે તૈયાર, શનિ-શુક્ર ચારેતરફથી કરાવશે લાભ


સમાજમાં પ્રતિષ્ઠા વધારવા


જો તમે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધારવા માંગો છો તો બુધવારે સવારે અથવા તો સાંજે પાનનું એક પત્તું લઈ તેના પર ફટકડી અને સિંદૂર રાખી પીપળાના ઝાડ નીચે માટીમાં દબાવી દો. ત્રણ બુધવાર સુધી આ ઉપાય કરવાથી લાભ થાય છે


દાંપત્યજીવનની સમસ્યા દૂર કરવા


જો પતિ પત્ની વચ્ચે  સતત ઝઘડા થતા હોય તો પત્નીએ પોતાના પતિના ઓશિકા નીચે સિંદૂરની એક પોટલી બાંધીને રાખી દેવી. અને પોતાના ઓશીકાની નીચે બે કપૂર રાખવા. બીજા દિવસે સવારે કપૂર અને સિંદૂરને ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી પતિ પત્ની વચ્ચેની સમસ્યાઓ પણ દૂર થાય છે.


આ પણ વાંચો: ઘરમાં માતા લક્ષ્મીનો થશે વાસ, દિવાળી સુધી રોજ સાંજે કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)