Snake In Dream: સપના તો દરેક વ્યક્તિને આવતા હોય છે. પરંતુ કેટલાક સપના એવા હોય છે જે કોઈ કારણોસર વારંવાર આવતા હોય છે. સ્વપ્નશાસ્ત્રમાં દરેક સપનાનો અર્થ હોય છે તેવું જણાવવામાં આવ્યું છે. જો કોઈ સપનું તમને વારંવાર આવે અથવા તો કોઈ જીવ સપનામાં વારંવાર દેખાય તો તે ભવિષ્યમાં બનનારી ઘટના તરફનો સંકેત પણ હોઈ શકે છે. આવું જ સપનું હોય છે સાપનું. જો સપનામાં વારંવાર સાપ દેખાતો હોય તો તેનો ખાસ મતલબ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કરતાં વધારે સાપ


સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને પોતાના સપનામાં સાપનું ઝુંડ દેખાય તો તે તેના જીવનમાં આવનાર ખરાબ સમયે કે અણધારી ઘટના તરફનો ઈશારો હોય છે. સપનામાં સપનું ઝુંડ દેખાય તે અશુભ માનવામાં આવે છે.


આ પણ વાંચો:


મંગળ ગ્રહનો બુધની રાશિમાં પ્રવેશ, 45 દિવસમાં 3 રાશિઓને થશે મળશે ધન અને કામમાં સફળતા


અદાણી-અંબાણી જેવા ધન કુબેર બનવું હોય માતા લક્ષ્મીના આ 108 નામનો નિયમિત કરો જાપ


સવારે ઉઠતાવેંત કરેલા આ કામ દુર્ભાગ્ય અને દરિદ્રતાનું બને છે કારણ, તમે તો નથી કરતાને?



કોબ્રા સાપ


જો તમને વારંવાર કાળા રંગનો કોબ્રા સપનામાં દેખાય તો તેનો અર્થ છે કે તમારા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે અને ધનહાની થવાની છે.



સાપને માર્યાનું સપનું


સપનામાં જો તમે એવું અનુભવો કે તમે કોઈ સાપને માર્યો છે તો સમજી લેવું કે તમારા જીવનમાંથી દુઃખ દૂર થવાના છે અને ખુશીઓ આવવાની છે. આવું સપનું આવનાર સુખનો સંકેત કરે છે.



સાપનું કરડવું


જો તમે સપનામાં જુઓ કે તમને સાપે કરડ્યું છે તો તે અશુભ માનવામાં આવે છે. જો કોઈ સાપ કરડે તેવી અનુભૂતિ થાય તો તે સંકેત હોય છે કે આવનારા સમયમાં ગંભીર બીમારી થઈ શકે છે.



મરેલો સાપ જોવો


સપનામાં જો તમે મરેલો સાપ જુઓ છો તો તેને રાહુ દોષ સાથે જોડીને જોવામાં આવે છે. જો તમને વારંવાર આવું સપનું આવતું હોય તો તમારે રાહુ દોષના નિવારણ માટે ઉપાય કરાવી લેવો જોઈએ


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)