Vastu Tips: શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય તો તેને ક્યારેય સુકાવા ન દેવો. તુલસીના છોડનું હંમેશા ધ્યાન રાખવું અને તેની પૂજા કરવી. ઘરના આંગણાની જેમ અગાસી ઉપર તુલસીનો છોડ રાખવો પણ શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત આ છોડ સુકાઈ જાય છે ત્યારે મનમાં પ્રશ્ન થાય છે કે આ છોડનું શું કરવું. તો તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ જે માટીમાં હોય છે તે પણ ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક હોય છે જ્યાં સુધી નવો છોડ આવી ન જાય ત્યાં સુધી તમને આ માટી પૂજા કર્યાનું ફળ આપી શકે છે. તેના માટે તુલસીનો છોડ જો સુકાઈ જાય તો માટીનો આ રીતે ઉપયોગ કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રોટલી બનાવવા તવો ગરમ કરો ત્યારે કરી લો આ ટોટકો, દુ:ખ થશે દુર અને થશે ધનલાભ


Sarsav Upay: સુતા ભાગ્યને જગાડશે રાઈના દાણાના ઉપાય, અટકેલા કામ પણ થશે ઝડપથી પુરા


મની પ્લાન્ટ જ નહીં આ છોડ પણ ચુંબકની જેમ આકર્ષે છે ધન, જરૂરી છે કે યોગ્ય દિશામાં રાખો


જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તુરંત જ તે છોડને માટીમાંથી કાઢી અને અલગ કરો. સુકાયેલા તુલસીના છોડને ઘરમાં રાખવો નહીં તેને સન્માનની સાથે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં વિસર્જિત કરી દેવો.


જોકે તુલસીનો સુકાયેલો છોડ જ્યારે તમે બહાર વિસર્જિત કરવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તે દિવસે રવિવાર કે એકાદશી ન હોય. આ બે દિવસો પર તુલસીને વિસર્જિત કરવા જોઈએ નહીં એટલું જ નહીં આ દિવસો પર તેમને સ્પર્શ પણ કરવા નહીં. 


તુલસીનો છોડ તો તમે પાણીમાં વિસર્જિત કરી દેશો પરંતુ જ્યાં સુધી બીજો છોડ ઉગીના જાય ત્યાં સુધી તમે તુલસીનો છોડ હોય તે માટીના સ્પર્શથી પણ પૂજા કર્યા સમાન ફળ મેળવી શકો છો. જે માટીમાં તુલસીનો છોડ ઉગેલો હોય તેને સ્પર્શ કરીને નમન કરીને દિવસની શરૂઆત કરવાથી તુલસીની પૂજા કર્યા સમાન ફળ મળે છે.


જુના છોડને વિસર્જિત કર્યા પછી ગુરૂવારના દિવસે તુલસીનો નવો છોડ લાવીને તે જ માટીમાં લગાવી દેવો. ગુરૂવારના દિવસે ઘરમાં તુલસી વાવવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાયીવાસ થાય છે.