Surya Grahan 2024: એપ્રિલ મહિનો ખૂબ જ ખાસ છે. આ મહિનામાં ગ્રહ ગોચરની સાથે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. 8 એપ્રિલ 2024ના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ખૂબ જ ખાસ છે. 54 વર્ષ પછી આ વર્ષે પૂર્ણ સૂર્ય ગ્રહણ લાગશે. જો કે ચંદ્રગ્રહણની જેમ સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. તેથી સૂતક કાળ સહિતના નિયમ પણ લાગૂ થશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દરિદ્રતા, ક્લેશ સહિતની સમસ્યાઓ લવિંગના ઉપાયોથી થશે દુર, નવરાત્રીમાં તુરંત મળે છે ફળ


સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પણ તેનો પ્રભાવ દરેક રાશિના જીવન પર જોવા મળશે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 4 રાશિના લોકો માટે ભારે સાબિત થશે. આ 4 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. તો ચાલો તમને જણાવીએ આ 4 રાશિઓ વિશે.


સૂર્યગ્રહણ 2024 રાશિફળ


આ પણ વાંચો: શનિનું નક્ષત્ર પરિવર્તન 4 રાશિઓ માટે અતિ શુભ, 3 ઓક્ટોબર સુધી થતા રહેશે લાભ જ લાભ


મેષ રાશિ - વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ મેષ રાશિ માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયે રોકાણ કરવાથી બચો અને સમજી વિચારીને આગળ વધો. આ સમયે ધન હાનિ પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ચિંતાનું કારણ બની શકે છે. નોકરી કરતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.


કન્યા રાશિ - કન્યા રાશિના લોકોને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. આ સમયે નાણાકીય લેનદેનથી બચવું. બીમારી પ્રત્યે બેદરકારી ન રાખો. ડોક્ટરની સલાહ લઈ લેવી. દાંપત્યજીવનમાં સમસ્યા આવી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું.


આ પણ વાંચો: Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રી શરુ થાય તે પહેલા જાણી લો વ્રત કરવાના નિયમો


વૃશ્ચિક રાશિ - સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ અશુભ હોય શકે છે. લવ લાઈફમાં સમસ્યા આવી શકે છે. પાર્ટનર સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને સમસ્યા થશે. કોઈ વાતને લઈ નિરાશા રહેશે. નોકરી બદલવાનું વિચારતા લોકો ધીરજ રાખે.


ધન રાશિ - ધન રાશિના લોકોને માનસિક સમસ્યા સહન કરવી પડી શકે છે. વૈવાહિક લોકોના જીવનમાં સંકટ વધી શકે છે. પતિ-પત્ની વિવાદ કરવાથી બચે. કોઈપણ નિર્ણય સમજી વિચારીને કરવો. ક્રોધ પર કંટ્રોલ રાખવો. 


આ પણ વાંચો: Astro Tips: દરિદ્રતાથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 માંથી કોઈ એક ઉપાય


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)