Surya Grahan: 52 વર્ષ બાદ પૂર્ણ સૂર્ય ગ્રહણ, સૂતક કાળ, ક્યાં દેખાશે, કેમ છે ખાસ, જાણો દરેક વિગત
આ પૂર્ણ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં એટલે ભારતના લોકો પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં. તેથી કોઈ સૂતક કાળ પણ હશે નહીં. સૂતક કાળના કોઈ નિયમો માનવામાં આવશે નહીં.
Surya Grahan Of 2024 Sutak Timing: આઠ એપ્રિલે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. પરંતુ તેની અસર ભારતમાં થશે નહીં. આ દિવસે 52 વર્ષ બાદ પ્રથમવાર પૂર્ણ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. આઠ એપ્રિલે પડનાર આ સૂર્યગ્રહણનો સમય 4.25 મિનિટનો છે. આ સૂર્ય ગ્રહણના આગામી દિવસે ભારતમાં હિન્દુ નવું વર્ષ અને ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આઠ એપ્રિલે લાગનાર સૂર્ય ગ્રહણ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, મેક્સિકો, આયર્લેન્ડમાં જોવા મળશે. ભારતીય સમયાનુસાર સૂર્ય ગ્રહણ આઠ એપ્રિલની રાત્રે 9.12 મિનિટ પર શરૂ થશે. પરંતુ તેની અસર દેશમાં થશે નહીં.
સૂર્ય ગ્રહણનો સૂતકકાળ ક્યારે લાગશે
આ પૂર્ણ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં અને તેથી ભારતના લોકો પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં. તેથી સૂતક કાળ માન્ય રહેશે નહીં. સૂતક સાથે જોડાયેલા કોઈ નિયમ માનવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ દરિદ્રતા, ક્લેશ સહિતની સમસ્યાઓ લવિંગના ઉપાયોથી થશે દુર, નવરાત્રીમાં તુરંત મળે છે ફળ
સૂર્ય ગ્રહણ કયાં જોવા મળશે
આ વખતે સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ દુનિયાના વિવિધ ભાગ જેમ કે કેનેડા, મેક્સિકો, બરમૂડા, કેરેબિયન, નેધરલેન્ડ, કોલંબિયા, કોસ્ટા રાઇસ, ક્યૂબા, ડોમિનિકા, ગ્રીનલેન્ડ, આયર્લેન્ડ, આઇસલેન્ડ, જમૈકા, નોર્વેમાં જોવા મળશે. પનામા, નિકારાગુઆ, રશિયા, પ્યૂર્ટો રિકો, સેન્ટ માર્ટિન, વેનેઝુએલા, યુનાઇટેડ કિંગડમ, બહામાસ, સ્પેન, સંયુક્ત રાજ્ય અમેરિકા અને અરૂબા અને અન્ય દેશોમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ 5 રાશિના લોકોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલશે, ધનલાભ થશે
કેમ છે ખાસ
કહેવામાં આવે છે કે આવું સૂર્ય ગ્રહણ ભારતમાં વર્ષ 1971માં જોવા મળ્યું હતું. આ ગ્રહણ દરમિયાન ચંદ્રમા થોડા સમય સુધી સૂર્યને ઢાંકી દેશે અને આશરે 7.5 મિનિટ સુધી આકાશમાં અંધારૂ થઈ જશે. જે સ્થાનો પર તે જોવા મળે છે ત્યાં દિવસે રાત્રી થવા લાગશે.