Solar Eclipse 2024 in India: ઘણીવાર ખગોળિય ઘટના વ્યક્તિને અસમંજસમાં મુકી દેતી હોય છે. તેના દુર્લભ અને આશ્ચર્ય પમાડનાર અદ્ભુત નજારા જોવા મળે છે. આ વર્ષે 8 એપ્રિલ બાદ ઓક્ટોબરના મહિનામાં વર્ષનું બીજું સૂર્યગ્રહણ લાગવાનું છે. આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક રૂપથી ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સૂર્ય ગ્રહણ દરમિયાન ચંદ્રમા સૂર્યને આંશિક રૂપે ઢાંકી દે છે. આવી પરિસ્થિતિમાં પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ ઓછો કે ન બરાબર જોવા મળે છે. ઘણીવાર આ દરમિયાન આસમાનમાં મોટા દુર્લભ નજારા જોવા મળે છે. વર્ષના બીજા સૂર્ય ગ્રહણ દરમિયાન રિંગ ઓફ ફાયરનો નજારો જોવા મળશે. આ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતા નથી. આ દરમિયાન આસમાનમાં આગની રીંગ જોવા મળે છે. 


જાણો સૂર્ય ગ્રહણનો સમય
2 ઓક્ટોબરે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ લાગશે, જે છ કલાક સુધી જોવા મળશે. ભારતીય સમયા અનુસાર રાત્રે 9 કલાક 13 મિનિટથી તે શરૂ થશે અને બીજા દિવસે 3 કલાક 17 મિનિટ પર ખતમ થશે. આ કારણ છે કે ભારતીય લોકો આ અદ્ભુત નજારાથી વંચિત રહેશે. તો આ દુર્લભ નજારાને દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગથી લઈને આર્કટિક, આર્જેન્ટીના, બ્રાઝીલ, પેરૂ, ફિજી, ચિલી અને પ્રશાંત મહાસાગરના લોકો જોઈ શકશે. 


કઈ રીતે બને છે સૂર્ય ગ્રહણની સ્થિતિ
તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણને જોવા માટે દુનિયામાં તૈયારીઓ કરવામાં આવી છે. સૂર્ય મંડળમાં બધા ગ્રહ સૂર્યના ચક્કર લગાવે છે. તેજ રીતે પૃથ્વી પણ સૂર્યના ચક્કર લગાવે છે. તો પૃથ્વીના ચક્કર ચંદ્રમા લગાવે છે. આ ચક્કર લગાવતા સમયે જ્યારે ચંદ્રમા, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે તો સૂર્ય ગ્રહણની સ્થિતિ બની જાય છે. આ કારણ છે કે આ દરમિયાન પૃથ્પીના ઘણા ભાગમાં સૂર્ય પ્રકાશ મળી શકતો નથી. અંતરિક્ષથી જોવામાં આવે તો આ નજારા દરમિયાન પૃથ્વી પર પડછાયા જેવું નજર આવે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)