નવી દિલ્હીઃ Surya Grahan 2023, April, Solar Eclispe: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 10 એપ્રિલે લાગશે. આ સૂર્ય ગ્રહણ મેષ રાશિમાં લાગવાનું છે. મેષ રાશિના સ્વામી ગ્રહ મંગળદેવ છે. સૂર્યગ્રહણ 10 એપ્રિલે સવારે 7 કલાક 5 મિનિટથી બપોરે 12.29 મિનિટ સુધી લાગશે. સૂતક કાળની કુલ અવધી 5 કલાક 24 મિનિટની છે. પરંતુ આ ગ્રહણનો સૂતક કાળ ભારતમાં માન્ય નહીં હોય કારણ કે તે ભારતમાં જોવા મળશે નહીં. જ્યાં કેટલીક રાશિઓ માટે સૂર્ય ગ્રહણ અશુભ સાબિત થશે તો કેટલીક રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ ભાગ્યશાળી રહેશે. જાણો સૂર્ય ગ્રહણથી કઈ રાશિના જાતકોને થશે લાભ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વૃષભ રાશિઃ સૂર્ય ગ્રહણના પ્રભાવથી તમારી આવકમાં વધારો થશે. નોકરી બદલવાનો વિચાર કરી રહ્યાં છો તો તમને સફળતા મળશે. રોજગાર શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે. બચત કરવામાં સફળતા મળશે. સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. 


આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ શનિ ગોચરથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, 2025 સુધી થશે લાભ


2. મિથુન રાશિઃ સૂર્ય ગ્રહણના પ્રભાવથી મિથુન રાશિના જાતકો માટે ધન લાભનો યોગ બની રહ્યો છે. યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. લગ્ન કરેલા લોકો માટે સંતાન પ્રાપ્તિનો યોગ છે. કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળશે. રાજકીય લાભ થશે. વ્યવસાયમાં સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. 


3. ધન રાશિઃ ધન રાશિના જાતકોને સૂર્ય ગ્રહણના પ્રભાવ ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારીઓને નફો થશે. નોકરી કરનાર જાતકોની આવકમાં વધારાની સાથે પ્રમોશન મળી શકે છે. જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. લગ્ન જીવન સુખદ રહેશે. સહકર્મીઓનો સહયોગ મળશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube