Chandra Grahan 2024: ચંદ્રગ્રહણ થવાનું છે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ ભારે થવાનું છે. પિતૃ પક્ષ પણ 18 સપ્ટેમ્બરે ગ્રહણ સાથે શરૂ થઈ રહ્યો છે. આ દિવસે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરશે અને રાહુ ચંદ્ર પર ગ્રહણ લગાવશે. જેથી કેટલાક જાતકોએ સાવધાન રહેવાની પણ જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખંડગ્રાસ ચંદ્રગ્રહણની તારીખ અને સમય-
જો તમે પણ ગ્રહણમાં માનતા હો તો તમારે તારીખ અને સમય પણ જાણી લેવાની જરૂર છે. તારીખ - 18 સપ્ટેમ્બર 2024, દિવસ બુધવાર ગ્રહણ છાયા પ્રવેશ - 06:11 સવાર,  ગ્રહણ છાયા સ્પર્શ - 07:43  પ્રાત : , ગ્રહણ મધ્ય - 08:14 પ્રાત :,  ગ્રહણ સમાપ્ત - 08:46 પ્રાત:


ગ્રહણ સમયે શું કરવું અને શું ના કરવું...?
વર્ષનું છેલ્લું ગ્રહણ ભારત સિવાય ઘણા દેશોમાં દેખાશે. જેથી જે દેશોમાં ગ્રહણ દેખાશે તે દેશો સાથે જોડાયેલા લોકોએ ગ્રહણના નિયમોનું પાલન કરવું પડશે. ચંદ્રગ્રહણમાં ગ્રહણના બરાબર 9 કલાક પહેલા સુતક લાગે છે. સુતકના સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ હોય છે. આ સમયગાળા દરમિયાન ખાવાનું પણ પ્રતિબંધિત છે, પરંતુ બાળકો, વૃદ્ધો અને દર્દીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમય દરમિયાન ઘરમાં બેસીને ભગવાનનું ચિંતન કરવું જોઈએ.


ગ્રહણના સમયગાળા દરમિયાન ભૂલથી પણ સૂવું નહીં, તમે આ સમયગાળા દરમિયાન જાપ કરી શકો છો. જો તમે જાપ કેવી રીતે કરવા તે જાણતા નથી, તો તમે ભગવાનના નામનો જાપ કરી શકો છો અથવા ભજનો ગાઈ શકો છો. તમે મોબાઈલ પર જ ભજન સાંભળી શકો છો. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ બહાર જવાનું ટાળવું જોઈએ.


ચંદ્રગ્રહણની અસર કેટલો સમય રહેશે?
કોઈપણ ગ્રહણની અસર 6 મહિના સુધી રહે છે. ગ્રહણની રાશિના આધારે તેની અસર 6 મહિના સુધી પ્રભાવ છોડે છે પરંતુ જો આ 6 મહિનામાં બીજું ગ્રહણ થાય તો પ્રથમ ગ્રહણની અસર સમાપ્ત થઈ જાય છે. આ ગ્રહણના બીજા જ મહિનામાં 2 ઓક્ટોબર 2024ના રોજ સૂર્યગ્રહણ થશે, તેથી આ ગ્રહણની અસર 2 ઓક્ટોબર સુધી રહેશે.


કયા દેશોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે-
ચંદ્રગ્રહણ કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, અફઘાનિસ્તાન, ઓમાન, તુર્કમેનિસ્તાનમાં માન્ઘ રૂપમાં અને આફ્રિકા, જર્મની, પોલેન્ડ, દક્ષિણ અમેરિકા, મધ્ય અને ઉત્તર અમેરિકામાં  ખંડ ગ્રાસ સ્વરૂપમાં દેખાશે.


ભારત પર ગ્રહણની અસર-
ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણને ભારત સાથે કોઈ સંબંધ નથી, તેથી ગ્રહણ સંબંધિત કોઈપણ યમ નિયમ અથવા સૂતક વગેરે અહીં માન્ય રહેશે નહીં. જ્યારે કોઈ સૂતક ન હોય, ત્યારે તમે નિશ્ચિંત થઈ શકો છો અને તમારી દિનચર્યા જાળવી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 Kalak આની પુષ્ટિ કરતું નથી.)