Roti Ke Totke: આ દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે જેને જીવનમાં સફળતા અને પ્રગતિ ન જોઈતી હોય. પ્રગતિ અને સફળતા બંને એવી ચાવી છે જેના દ્વારા માણસ કરોડપતિ બનવાનું સપનું સાકાર  કરી શકે છે. જોક અનેકવખત ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. તેનું કારણ કુંડળીમાં દોષ હોઈ શકે છે. એવામાં જરૂરી છે કે સમય રહેતાં આ દોષને દૂર કરી શકાય. તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે તેમાંથી એક ઉપાય રોટલીના ટોટકાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક તંગી:
રોટલીમાં ખાંડ નાંખીને કીડીઓને ખવડાવવાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરને ધન-ધાન્યથી ભરી દે છે. પહેલી રોટલી ગાયને ખવડાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.


ગૃહ ક્લેશ:
કુંડળીમાં પિતૃ દોષને દૂર કરવામાં અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને, તેને રોટલી ઉપર રાખીને કાગડાને ખવડાવો. ગૃહ ક્લેશની સમસ્યાને દૂર કરવા માટે સૌથી પહેલી રોટલી કૂતરાને બનાવીને ખવડાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે.


પ્રગતિ:
રોટલીમાં ત્રણ પ્રકારની દાળ જેવી કે અડદ, મસૂર અને તુવેર રાખીને ગૌમાતાને ખવડાવવાથી કુંડળીમાં ગ્રહ અને નક્ષત્ર શાંત થાય છે અને ગ્રહ દોષમાંથી છૂટકારો મળે છે. જો નોકરી અને બિઝનેસમાં પ્રગતિ કરવા માગતા હોય તો માછલીઓને રોટલીના ટુકડા ખવડાવો.